________________
[૪૧
અંક ૩]
કુન્તલ : શ્રેષ્ઠીવર્ય ! રાજાધિરાજનું હ્રદય એટલું તો કોમળ છે કે અન્યોનાં દુઃખોને એ પોતાનાં જ દુ:ખ ગણી લે છે. આ સંસારમાં આવાં હૈયાં કેટલાં ? સાંભળો :
રાજા
શ્રેષ્ઠી
રાજા
શ્રેષ્ઠી
“શૂરા સહસ્રો સાંપડે ને પંડિતો પણ બહુ મળે ધનના કુબે૨ો પણ જગતમાં આજ તો લાખો મળે, પણ દુ:ખ અન્યનું જોઇને કે સાંભળીને પણ અરે ! દૂભાય જેનું હૃદય તેવા કો'ક કલિયુગમાં જડે !' (૧૬)
માટે ક્ષોભ ત્યજી દો, અને મનમાં જે પણ હોય તે રાજાજી સમક્ષ નિવેદન કરો !
:
ઃ
શ્રેષ્ઠી ! જો તમે સાચી વાત છૂપાવો તો તમને અમારા શપથ છે. દેવ ! શપથ ન આપો. જે બન્યું છે તે અંગે નિવેદન કરવા માટે જ અમે આવ્યા છીએ.
આપના નગર-જનો મલયાચલ પર્વત જેવા સભર હતા. ધનસંપત્તિનાં ઉત્તુંગ વૃક્ષો તેમના ઘર-આંગણે વવાયેલાં, અને આપની પ્રસન્ન દૃષ્ટિના મીઠા જળના સિંચનથી તે વૃક્ષો અતિશય ફાલ્યાંફૂલ્યાં પણ હતાં. સર્વત્ર વિવાહ આદિ ઉત્સવો સુવાસિત પુષ્પોની જેમ ખીલી ઊઠેલા; ને ભોગ સુખનાં અનુપમ ફળ પણ પ્રત્યેક મનુષ્ય આસ્વાદી રહેલો.
પણ...પણ થોડો સમય થયા, એક ભયાનક ચોર હિમવર્ષાની જેમ વરસતો ત્રાટક્યો છે અને નગરના તમામ નાગરિકોના આંગણે ઊગેલાં સુખનાં આ વૃક્ષોને તેણે બાળીને ભસ્મ કરી નાંખ્યાં છે. : શ્રેષ્ઠી ! એક ચોર, અને સમગ્ર નગરને રંજાડે ? એ શી રીતે ? : સ્વામી ! સાંભળો :
પેઠો એક નઠોર ચોર પુરમાં છે ક્રૂરતાનો ભર્યો સ્વચ્છંદે, વિણ રોક-ટોક, સઘળે ઘૂમે, ણે સાંઢ શો ! સ્ત્રીઓને હતો, હરે ધન વળી, પુત્રાદિને યે હરે હંમેશાં, યમરાજ–તુલ્ય વસમો, રાજન્ ! મહાચોર એ (૧૭) દેવ ! એ દુષ્ટ ચોરની શી વાર્તા કરું ? હજી તો ગત રાત્રિની જ
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org