________________
૪૦]
શ્રેષ્ઠી
રાજા
શ્રેષ્ઠી
રાજા
કહો, શા માટે મહાજને સભામાં આવવું પડયું ?
: (દુ:ખભર્યા સ્વરે) દેવ ! શું કહીએ ? હવે કહેવા યોગ્ય કશું જ રહ્યું નથી. છતાં સંક્ષેપમાં કહું તો
:
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
લોપાયો ન્યાય, લોકો અશરણ જ બન્યા, પાપના પુંજ જામ્યા વેરાયાં પુણ્ય સૌનાં, સદગુણ વણસ્યાં, ફૂંક્યું દેવાળું ધર્મે; લક્ષ્મી સૂકાઈ, દુઃખો સુવિકસિત થયાં, ભોગનાં સૌખ્ય ડૂબ્યાં કાં કે રાજા અમારા નિજ-ઉદર ભરી ઉંઘતા છે નિરાંતે ! (૧૫) દેવ ! વિશેષ કહેવાનો હવે અર્થ નથી. અમને એવું કોઇ સુરક્ષિત સ્થાન, પર્વત કે કોટ-કિલ્લા જેવું દેખાડો તો ત્યાં અમે અમારા પરિવારો સાથે જઇને રહીએ અને અમારાં જીવનની તો રક્ષા કરીએ.
(ઉદ્વેગપૂર્વક) જો તમારા જેવા રાજમાન્ય પ્રજાજનોને પણ મારા રાજ્યમાં આટલી બધી કનડગત થતી હોય તો તે મારા માટે ભારે લજ્જાસ્પદ વાત ગણાય. મારી આ કસાયેલી કાયા, મહાન રાજ્ય, આ વિપુલ ધન વૈભવ અને આ યશ બધું જ આ ક્ષણે, મને વ્યર્થ ભાસવા લાગ્યું છે.
પણ શ્રેષ્ઠીવર્યો ! તમે વાતમાં મોણ નાખ્યા વિના, જે કાંઈ નિવેદન કરવા ઇચ્છતા હો તે નિશ્ચિતપણે જણાવો ને ! તો મને પણ કાંઇ સૂઝ પડે.
ઃ દેવ ! સાંભળો !...(બોલવા જતાં જ ગળગળા થઈ જાય છે, અને સ્તબ્ધ-ક્ષુબ્ધ ભાવે ઊભા રહે છે.)
ઃ (સન્તપ્ત સ્વરે) અરે રે ! મારા પુરુષાતનમાંય આજે ધૂળ પડી ! મારી આ પ્રભુતાને અને મારા સામર્થ્યને ધિક્કાર હજો ! જેના પ્રજાજનોને સાવ રાંકડા સમજીને દુર્જનો કનડતા હોય તેવો રાજા ધિક્કારને જ પાત્ર ગણાય...
(પછી અત્યન્ત હેતથી) શ્રેષ્ઠી ! આટલો બધો સન્તાપ શા માટે ? તમારી આ સ્થિતિ અમારા ચિત્તમાં પણ પારાવાર ઉદ્વેગ ઉપજાવે છે. કહો, જે વાત હોય તે નિઃસંકોચપણે કહો, તો આપણે તે માટે ઉચિત પગલાં પણ લઈ શકીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org