SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રાજા : શેનો છે આ કોલાહલ? કુન્તલ : દેવ ! નગરના સર્વ વણિક શ્રેષ્ઠીઓ આપને મળવા આવ્યા છે, તેમનો આ સમૂહ-સ્વર છે. રાજા : ઓહો ! એમ વાત છે? તો શીધ્ર એમને અહીં બોલાવી લે ને ! કુન્તલ : દેવ ! કેટલાને આવવા દઉં ? રાજા : (ભવાં ચઢાવીને) કેટલાને એટલે શું વળી ? કુન્તલ : (ડરતાં ડરતાં) પ્રભુ ! એ લોકો તો ઘણા બધા છે ! સિંહલ : અરે કુન્તલ! આવું પૂછવાનું હોય? બે ત્રણ પ્રતિનિધિને આવવા દેવાના. રાજા : (વિચારમગ્ન બને છે. પછી-) સિંહલ ! મહાજનો અવશ્ય કોઈ મોટી ઉપાધિમાં સપડાયા હશે, તો જ આમ એકત્ર થઈને આવે. કુન્તલ ! બધાયને પ્રવેશ આપ. (કુન્તલ જાય છે.) બન્દી : (સહર્ષ) અહો ! આપણા સ્વામીને પોતાની પ્રજા પ્રત્યે કેવું વાત્સલ્ય છે ! વર્ષે જેવો મેહુલો આમ્ર-કુંજે તેવો વર્ષે કેરડે-બોરડીએ રાખે ના કૈલેશ એ પક્ષપાત એની દૃષ્ટિમાં બધાંયે સમાત ! (૧૧) (ત્યાં તો કુન્તલની પાછળ પાછળ ઉચિત વેષ અને મસ્તકે પાઘ પહેરેલા વણિકજનો, હાથમાં ભેંટણી સાથે આવે છે). કુનાલ : (વિનયપૂર્વક) દેવ ! આ સુભદ્ર શ્રેષ્ઠી છે. પેલા ધન સાર્થવાહ છે. અને આ બધા સુધન તથા અન્ય મહાજનો છે. બધા આપને સવિનય પ્રણામ કરે છે. રાજા : (ઉત્સાહિત થતો) અરે રાંદુલ ! આસનો પાથર બધાને માટે. (બન્ને કાખમાં આસનો લઈને આવે છે.) રાંદુલ : આ રહ્યાં આસનો, બિરાજો બધા. (પંક્તિબદ્ધ આસનો પાથરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy