________________
અંક ૩]
[ ૩૭
(દશ્ય ૨) (સિહલરાજનું આલંબન લઈને, રાજચિહ્નો ધારણ કરેલો રાજા શ્રેણિક અને સ્તુતિગાન
કરનારા સેવકો આદિ પ્રવેશ કરે છે.). સ્તુતિપાઠકોઃ
શત્રુ-સૈન્યના ગજરાજોના ગંડસ્થલને ભેદતી તેમાંથી ઉદ્ભવતા મુક્તાફળ સાથે જે અથડાતી તેથી તો તવ અસિની ધારા સ્વામી ! એવી તીણ બની
સરજે ભ્રમણા એ અમ મનમાં જયલક્ષ્મીના સદનતણી (૭) વળી,
જેના પગરૂપ જલધરને જોઈને જ રિપુ-હંસો ભાગે મગધપતિ શ્રેણિક તે નૃપતિ
વિજયી હો બલવંત અતિઅતિ (૮) રાજા : (પ્રમુદિત હૈયે)
ચંડપ્રદ્યોત પેલો બહુબહુ બળિયો, તોય જો ! કેવું કીધું? આવેલો એ અમારું અપહરણ કરી ભાગવાની સ્પૃહાથી કેવો એ તો પછીથી પ્રગટ થઈ જતાં મૂઠીઓ વાળી નાઠો
એનાથીયે વિખૂટો ભય-થરથરતો જાતના રક્ષણાર્થે ! (૯) સિંહલ : દેવ! એ પ્રસંગમાં તો આપનો પ્રચંડ પ્રતાપ જ ભાગ ભજવી ગયો
ગણાય. શત્રુ નૃપોની રાણીઓ નિજ ગાલ ઉપર આલેખતી પત્રવેલડીનાં નવલાં બહુ સરસ સુશોભન હોંશભરી તુજ પ્રતાપનો અગ્નિ ભભૂકે ત્યાં તો, તે સ્ત્રીઓ તેથી નિસાસા નાખે, તે કારણે ગાલે નવતર ભાત થતી ! (૧૦)
(નેપથ્યમાં કોલાહલ) રાજા : (ધ્યાનપૂર્વક કાન માંડે છે અને કુન્તલને કહે છે-) અરે ! દ્વારપ્રદેશ
પર કોણ આટલો કોલાહલ કરે છે ? જા, તપાસ કર ! કુન્તલ ? જેવી આજ્ઞા. (બહાર જઇ પાછો આવે છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org