________________
૩૬ ]
[[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) ભાગ્યોદય થયે જાતે
મળશે; વ્યર્થ યત્ન સી” (૫) રનાંગદ : મિત્ર ! તારી વાત હું સમજી શકું છું. પણ હવે તું સ્વસ્થ થઈ રહે
તો સારું. પ્રભુકૃપા થશે તો થોડા સમયમાં જ મદનવતી પણ મળી આવશે. તને જાણ થઈ? એ ચોરે સુભદ્ર શ્રેષ્ઠીના પુત્રનું પણ કાલે અપહરણ કર્યું. છે. શ્રેષ્ઠી તીવ્ર ક્રોધાકુળ બન્યા છે. ચોરની શોધ કરાવી તેને બન્ધનગ્રસ્ત બનાવીને જ તેઓ શાન્ત થશે. અને જો એમનો પુત્ર મળશે તો તો મદનવતી પણ મળવાની જ. પણ હા, એક વાત મને કહે. તારો અને મદનપતીનો આખો પ્રસંગ ધન
સાર્થવાહ તથા તારા પિતા બન્ને જાણે છે ખરા ? લલિતાંગ : મદનવતી ક્રીડાથે ઉદ્યાનમાં ગઈ હતી, અને ત્યાંથી તેને ચોર હરી
ગયો, એટલું જ બધાં જાણે છે. મારા અને તેના મિલનની કોઈને
જાણ નથી. રત્નાંગદ : બહુ ઉત્તમ થયું છે. હવે ધન સાર્થવાહ અમને પણ ઉપયોગી થઈ પડશે.
(નેપથ્યમાં જયનાદ). જય હો ! રાજાધિરાજ શ્રેણિકનો જય હો ! રાજનું ! તમે યુદ્ધે ચઢો ત્યારે તમારા સૈન્યના હાથી-હજારોનો ગળે મદ કંકુવરણો ધૂળમાં તે ધૂળ આકાશે ઉડે તવ ભરબપોરે પણ અહો ! દીસે પ્રખર આ સૂર્ય પણ નિસ્તેજ શિશુ-રવિ શો ભલો !(૬)
જય હો ! મહારાજાનો વિજય હો ! રત્નાંગદ : (ચમકીને) અરે ! ભાટ-ચારણોએ રાજાજીનાં ગુણગાન પણ આદરી
દીધાં! રાજાજી રાજસભાએ પધારી રહ્યા જણાય છે. તો તો મારે પણ હવે ત્વરા કરવી ઘટે. ભાઈ લલિતાંગ ! તું મને પાછો અવશ્ય મળજે. (બન્ને પોતપોતાની દિશામાં ચાલ્યા જાય છે.)
પડદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org