SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૩] [૩૫ ભલે ત્યારે, હુંયે કાલે રાત્રે મળેલા આદેશ પ્રમાણે કામે લાગી જાઉં. નીકળે છે. સામે માર્ગ પર દૃષ્ટિ પડતાં જ પ્રમુદિત બનીને) અરે, આ તો મારો મિત્ર લલિતાંગ આવતો જણાય છે ! (લલિતાંગ પ્રવેશે છે.) લલિતાંગ : (ઉગમાં જ-). ચોર, ધર્મી જનો તેમ, શત્રુઘેર્યા નૃપો અને પરસ્ત્રી-લંપટો મોડું કરે તો હાણ પામશે.” (૩) રત્નાંગદ : (તેની સામે જઈને) અહો હો બધુ ! ઘણા દિવસે દેખાયો ! મદનવતીનું અપહરણ થયું તે પછી કેમ ક્યાંય દેખાતો જ નથી? કે પછી મારાં જ ભાગ્ય પાતળાં છે કે તારા જેવા મિત્રનાં દર્શન નથી મળતાં ? સ્નેહાળ, સત્ત્વશીલ અને મિત્રો માટે પ્રાણાર્પણ પણ કરી જાણે તેવો મિત્ર પુણ્યહીન જનને મળે પણ શેનો ? લલિતાંગ : ભાઈ ! આવું કેમ બોલે છે ? એક વાત નોંધી રાખ : પ્રિય મિત્ર અને પ્રિયતમા – એ બેનું વિસ્મરણ કદાપિ થાય જ નહિ. પરન્તુ, મારી મનોદશા તો તારાથી છાની નથી ને ? ખરું કહું? મારે તો હવે આ જીવવું જ આકરું થઈ પડ્યું છે. જે હારે રિપુથી ને વિરહ પ્રજíત પ્રેમિકાના જે પરવશ જે હંમેશાં જીવવું છે ઝેર જેવું તે સહુનું” (૪) રત્નાંગદ : મિત્ર ! તો મદનવતીને શોધીને પાછી લાવવા માટે કોઈ ઉપાય પણ તે હજી નથી યોજ્યો ? આમ ને આમ તો કેટલા દહાડા કાઢીશ? કાંઈક તો કરવું જોઈએ ને ! લલિતાંગ : ભાઈ ! મારું ચિત્ત જ ભ્રમિત થઈ ગયું છે. શું કરું? મને તો લાગે છે કે “દુર્ભાગ્યને કારણે જે પદાર્થો હાથથી ગયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy