________________
તૃતીય અંક
(દશ્ય ૧)
(રત્નાંગદ પ્રવેશે છે.) રત્નાંગદ : (પૂર્વદિશા ભણી અવલોકીને) ઓ, તો સૂર્યોદય થઈ ગયો? કેવું મનભર દશ્ય રચાયું છે !
(ગાન) દીઠું રૂડું દશ્ય પ્રભાતે... પૂર્વ દિશામાં સૂર્ય ઉગે તવ, કિરણો જે પથરાતાં અનુપમ-કોમલ-તેજ-ખચિત એ, કેવાં રાતાં રાતાં ! અવની પર આકાશ છવાયું લલિત રતુમડી ભાતે... બિન્દુ હશે સિજૂરતણાં આ, શુકનસમું ટપકતાં ? પુંજ હશે કે કુસુંભ કેરો, અણુ અણુને રંગતા ? લાલી અનુપમ પથરાઈ આ, કેવી સરસ નિશાને... તરુ-કંકેલીનાં શુભ પર્ણો, વિમલ હશે આ ખરતાં ? પરવાળાના અંકુર કે આ ખંડ ખંડ વેરાતા? તિમિર લપાયું એની બીકે કાળું, કાળી રાતે... કુકુમનો છંટકાવ સૃષ્ટિ પર, થતો હશે આ નક્કી ! કે પછી રેતકણો આ ઝરતાં છે શું શોણનદ-થકી ? દશ્ય જોઈ આવાં કંઈ કલ્પન કીધાં માનવજાતે...(૧) (આરતી : ઝાલર, શંખ, નગારાં)
જય જય આરતી સૂર્ય દિગંદા
રન્નાદે મન પરમાણંદા... વિકસિત કમલ તણો છે થાળ, હિમકણના અક્ષત સુ-રસાળ છે મકરન્દ સુગન્ધિત ચન્દન, “લીલી ધરો” તે ભૃગ-સગુંજન... દધિમંગલ તો હંસ સલૂણા દીવી કેસરપંજ સુવર્ણ નલિની સજ્જ થઈ ગ્રહી થાળ, કરતી આરતી સૂર્યની ભાળ...
જય જય આરતી સૂર્ય દિગંદા તિમિર હરી જે જ્યોતિ કરંદા..(૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org