________________
૩૨ ]
કેમ કે
શ્રેષ્ઠી
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
દુઃખત્રસ્ત જનોને
ધન આપ્યું થાય સૌષ્ય ના તેવું આશ્વાસનનાં મીઠાં,
વચનો સુખ આપશે જેવું (૧૯) (મોટેથી)
સ્વામી ! ન બાળશો હૈયું, શોકની આગમાં વધુ પુત્ર પાછો મળે શીઘ્ર એવો યત્ન કરીશ હું (૨૦)
સ્વામી ! મધ્યરાત્રિ પણ પૂર્ણ થવા આવી છે. હવે ઘરે ચાલો. પ્રભાતે બધું જ થશે.
(રત્નાંગદના હાથનું અવલંબન લઇને શ્રેષ્ઠી ભવન પ્રતિ આગળ વધે છે. ભવનના પ્રવેશદ્વારે પહોંચતા જ વળી પુત્ર સાંભરી આવે છે અને કરુણ સ્વરે બોલે છે)
Jain Education International
રત્નાંગદ : (એકાએક કાંઈક લક્ષ્યમાં આવતાં) સ્વામી ! પેલા ફૂટબ્રાહ્મણે વામનિકાને જ પુત્રના અપહરણની વાત કેમ કરી હશે ? આ ક્ષણે મને થાય છે કે એ બ્રાહ્મણવેષધારી નર્તક પેલા ચોરનો જ અનુચર હોવો જોઈએ. હે ભગવાન ! આપણે કોઈ જ એ દુષ્ટને ઓળખી કેમ ન શક્યા ?
ધન હો અખૂટ ભલે અહીં, સોનું ઘણેરૂં પણ ભલે અશ્વો ભલે હો વાયુવેગી, સરસ ક્રીડાવન ભલે સઘળું ભલે, પણ ચન્દ્રસમ મમ પુત્ર જો અહીંયા નથી આ ગૃહ નહિ, પણ એ ભયંકર ભૂતિયું સમશાન છે...(૨૧)
: (ક્ષણવાર વિચારોમાં ઊંડા ઊતરી જાય છે. પછી પૂર્ણતઃ સભાન બનતાં દૃઢ સ્વરે બોલી ઊઠે છે :) મારા પુત્રનું અપહરણ કરનારા એ દુષ્ટને રાજ્ય દ્વારા બન્ધન અને કારાવાસ હવે નિશ્ચિત માનજો. હવે ઝાઝી વાતોનાં ગાડાં નથી ભરવાં :
મારી સમગ્ર સંપત્તિ આપી દઈશ મારા જીવનને પણ હોડમાં મૂકીશ રાજાજીને વિનવીને
For Private & Personal Use Only
www.jainelibrary.org