________________
[ ૩૧
અંક ૨]
છે? બાકી તો
હવે ઝાઝી વેઠવાની આવશે જ ઉપાધિઓ સૂર્ય આથમતાં વેંત
અંધારાં વ્યાપતાં જગે (૧૫) મનોરમા : ના,ના, એવું અવળું ના બોલશો. કુળદેવીના પ્રભાવથી બધાં
અમંગળ દૂર થશે જ. જરા શ્રદ્ધા રાખો. શ્રેષ્ઠી : (અસંબદ્ધ પ્રલાપ કરતાં, રત્નાંગદને) ભાઈ મનોરથ ! તું અહીં
નિકટ આવ ને ! જરા વાર મારા ઉલ્લંગમાં બેસને ! મનોરમા : (આંસુ સારતાં) નાથ ! આ રત્નાંગદ છે, મનોરથ નથી. તમે
આટલા બધા વ્યાકુળ કેમ થયા છો? થોડીક તો સ્વસ્થતા દાખવો ! રત્નાંગદ : (કઠોર સ્વરે) સ્વામી ! આ શું સ્ત્રીજનોચિત વર્તન આદર્યું છે ?
ઊભા થાવ ! ચાલો ભવનમાં... શ્રેષ્ઠી : (બોલ્યા વિના ઊભા થાય છે. ક્રોધમાં પગ પછાડતાં ભવન પ્રતિ ચારેક પગલાં માંડે છે, અને પછી ત્યાં જ થંભી જઈને)
(ગાન) હૈયું આ પુત્રના વિરહમાં થીજતું
સ્તબ્ધ-ગતિહીન આ ચરણ દીસે આંસુ અવિરત ઝરે આંખથી, આંખ પર
બાઝતાં પડલ તે કારણે ને... સૃષ્ટિ સઘળી ભમે ગોળ, ના સ્થિર કશું,
ભાન ભૂલ્યો દિશાનુંય હું તો દેખતો ઘર ન હું, માર્ગ પણ દેખું ના,
આથમ્યું આજ જગ આખું મારે... રત્નાંગદ : (સ્વગત) અહો ! સન્તાનનો વિયોગ સમર્થ જનોને પણ કેવા મૂઢ
બનાવી મૂકે છે ! “મૃત્યુ-પળે ને ધનના વિનાશે, પ્રેમોપચારે, પ્રિયના વિયોગે પુત્રાદિને કોઈ ઉપાડી જાય, ના હારતું ધીરજ કોણ ત્યારે? (૧૭) એટલે હવે થોડા આશ્વાસક વચનો કહીને શ્રેષ્ઠીને શાતા પમાડું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org