SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦]. [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) (બોલતાં બોલતાં મૂછિત થઈ ઢળી પડે છે.) મનોરમા : ઓ મારા લાડલા ! તું કેટલો સુકોમળ હતો ! કેવો સુન્દર હતો! તું ક્યાં જતો રહ્યો બેટા ? મને એકવાર તો હોંકારો આપ ! એકવાર તો આ તારી અભાગણી માતાને તારું મુખ દેખાડ ! (આક્રન્દ કરે છે.) રત્નાંગદ : (ઉતાવળે) અરે ! શીધ્ર ચન્દનનો લેપ લાવો ! કેળપત્રના વીંઝણા વડે સ્વામીને પવન નાખો ! સ્કૂર્તિ કરો ! (સેવકો સૂચનાને અનુસરે છે.) શ્રેષ્ઠી ? (ભાનમાં આવતાં જ દીન ભાવે) હા દૈવ ! પુત્રનું અપહરણ થયું અને અમારા સર્વ મનોરથો નષ્ટ થયા ! બેટા...બેટા...તને ક્યાં શોધું ? તને ક્યારે જોવા પામીશ ? મારાં સપુણ્ય-વૃક્ષો ઉપર વળગતી શ્રી-લતાનો તું ડોડો ઊગે હૈયે સદા જે નવલ મનોરથો સિંચતો મેઘ તે તું મારા આ વંશ-વ્યોમે વિહરત રવિ તું, રત્ન સ્વર્ગીય મારું ઓ બેટા ! ક્યાં ગયો તું? મુખડું નિરખવા બાપ-ડો ઝંખતો આ ! (૧૩) (ઊંચા સ્વરે બધાં કલ્પાન્ત આદરે છે.) (પુનઃ-). શ્રેષ્ઠી : ભાંગ્યા સર્વ મનોરથો, ધન વૃથા ભેગું કરેલું બધું દુઃખો શેષ રહ્યાં, સુખો લય ગયાં હંમેશ માટે હવે તારા આ વિરહાગ્નિમાં મમ બળી જાયે દુઃખી પ્રાણ છે ! તે પહેલાં તુજ મીઠડા મુખતણાં તું દર્શ તો આપ ને !...(૧૪) મનોરમા : (આંસુઝરતી આંખે) તું મારે એકનો એક હતો, દીકરા ! તારા વિના હવે હું શી રીતે જીવીશ? રત્નાંગદ : સ્વામી ! તમે લોકો આમ પ્રલાપો અને વિલાપો જ કર્યા કરશો, તો વળી કોઈ નવતર ઉપાધિ આવી પડશે. જરા સ્વસ્થ થઈને વિચારો ને ! શ્રેષ્ઠી : અરે વત્સ ! હવે આનાથી વધીને કઈ મોટી ઉપાધિ આવવાની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy