SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૨] [ ૨૯ શ્રેષ્ઠી : (રોષપૂર્વક) કેવો પ્રમાદ છે તમારો ! અરે, હજી હમણાં તો તમે મનોરથને સ્કન્ધ બેસાડીને નૃત્ય કરતાં'તાં, ને એકાએક સર્પ નીકળતાં તમે ભાગ્યાં તે તો મેં મારી આંખે જોયું ! ને પાછો મારો દોષ? મનોરમા : (ઉત્તેજિત સ્વરે) પણ સ્વામી ! હં ભવનમાં ગઈ પછી અહીં આવી જ નથી ! આજે મેં નૃત્ય પણ નથી કર્યું, અને પુત્રને સ્પર્શ સદ્ધાં નથી કર્યો, ઉચકવાની તો વાત જ ક્યાં ? અને વળી તમે કહો છો કે તમે સગી આંખો મને નાચતાં જોઈ ! કાંઈક વિચિત્ર છે એ નિઃશંક. શ્રેષ્ઠી ? તો તો અવશ્ય કોઈકે તમારો વેષ ભજવીને આપણા મનોરથનું અપહરણ કર્યું ! એ વિના બીજું કાંઈ જ સંભવિત નથી લાગતું. વામનિકા : (મૂછી વળતી હોય તેમ હળવેકથી) આ અહીં છે. શ્રેષ્ઠી : (આશાભેર તેની સમીપે જઈને) ક્યાં? ક્યાં છે મનોરથ? બતાવ તો ! વાસનિકા : (હળવેથી)ના...મનોરથ નહીં. એ તો હું ભાંગેલા મન અને કેડવાળી વાગનિકા અહીં છું, એમ મેં કહ્યું. શ્રેષ્ઠી : (હતાશ થતાં) અમારાં મનને શાતા અર્પનારો પુત્ર જ ન રહ્યો તો હવે બીજાં હોય વા ન હોય, અમારે શું ? વાસનિકા : (રડતા સ્વરે) તમારા છોકરાને તો ચોર ઉપાડી ગયો છે ! રત્નાંગદ : (અવજ્ઞાપૂર્વક)ને તને તેની જાણ છે? વામનકા : ના...આ તો પેલો શબર અહીંથી ગયો ને, તે જતાં જતાં આ વાત મને કહેતો ગયો, અને તેણે મને ખભા પરથી એવી તો પછાડી કે મારા તો હાડકાં ભાંગી ગયાં ! ઓ બાપા ! હવે મારું શું થશે ?.... (ધીમું ધીમું રડે છે.) રત્નાંગદ : (ઉત્સુકતાથી) કેટલી વાર થઈ શબરને ભાગી ગયા ને? વામનિકા : હું ભોંય પડી એવી જ બેભાન થઈ ગઈતી. મને કેવી રીતે જાણ હોય ? શ્રેષ્ઠી : મારા દીકરા! મારા લાલ ! મારા કુળદીપક ! તું ક્યાં છો? મને હોંકારો તો આપ પુત્ર !. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy