________________
૨૮]
શ્રેષ્ઠી
[ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
પણ અરે ! આ શું ? આ તો હલતો નથી, સરકતોય નથી ! ભાગતોય નથી કે ફેણ પણ માંડતો નથી ! મરેલો છે કે શું ? (પૂરી સાવધાનીપૂર્વક ધીમે ધીમે પોતાનો હાથ એ સર્પની પાસે લઈ જાય છે, અને હળવેકથી આંગળી અડાડે છે. પછી તરત જ ઉપહાસભરેલા સ્વરે-) અરે સ્વામી ! આ તો કૃત્રિમ સર્પ છે ! સાચો નાગ ન હોય, આ તો ચીરિકા-સર્પ છે ! અરેરે ! આજે જ આવો ઉપહાસ કરવાનું કોને સૂઝયું હશે ? (સર્પને હાથમાં પકડીને બધાંને દેખાડે છે. શ્રેષ્ઠી ત્યાં આવે છે, કૃત્રિમ સર્પને હાથમાં લઈ તપાસતાં)
: (સ્વગત) આ તો ચીંદરડી - ચીરિકા છે, ને બધી બાજુથી ઔષધદ્રવ્યો અને રંગો વડે લિસ-લેપેલી છે. કોઈ ચોરનાં જ આ પરાક્રમ ! (મોટેથી) અરે રત્નાંગદ ! આ તો કોઈ નીવડેલા ચોરનું કૃત્ય છે. તું પહેલાં તપાસ કર કે આપણાં મહેમાનો, જાનૈયા અને સ્વજનોનું બધું હેમખેમ છે ને ? કોઈનું કાંઈ ચોરાયું તો નથી ને ?
રત્નાનંદ (ત્વરિત ગતિએ બધે ફરી વળે છે. બધાંને પૂછી-તપાસીને પાછો ફરીને) સ્વામી ! કોઈનું કશું જ ચોરાયું કે ખોવાયું નથી. ધરપત ધરજો.
શ્રેષ્ઠી : (વિહ્વળતાથી–) પણ રત્નાંગદ ! આપણો મનોરથ કેમ ક્યાંય દેખાતો નથી ? એ ક્યાં છે, જો તો જરા !
રત્નાંગદ : એ તો ત્યાં માતાજી પાસે છે.
શ્રેષ્ઠી મનોરમા
(અને એ જ ક્ષણે શેઠાણી ત્યાં આવે છે.)
મનોરમા (અકળામણ સાથે-) ક્યાં ગયો રત્નાંગદ ? આ તમારાં નાટક પૂરાં જ નહિ થાય શું ? બસ, નાચ્યા જ કરશો ? નવદંપતીના ગૃહપ્રવેશની મંગળ ઘડી વહી રહી છે તેનુંયે ભાન કોઈને નથી ? ઊભો થા હવે, ને મનોરથને સત્વર આગળ બોલાવ, તો ગૃહપ્રવેશની વેળા સાચવી લેવાય.
:
(ચોંકીને) તો મનોરથ તમારી સમીપે-ભવનમાં નથી ? છ્, અહીં તમારી સમીપમાં બેસાડીને તો હું ભવનમાં ગઈ'તી ! આટલું યે સ્મરણમાં નથી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org