________________
અંક ૨]
[ ૨૭ નાચવા લાગે છે.)
(સ્ત્રીની કાખમાંથી એકાએક નાગ સરકીને પડે છે.) એક સાથે બધાં સાપ...સાપ...ભાગો !...(ભયના માર્યા સહુ નાસભાગ કરી
મૂકે છે.) (રૌહિણેય પણ ડરી ગયો હોય તેમ લાગે છે. થોડેક દૂર ગયા પછી થોભે છે, મનોરથને નીચે ઉતારે છે, અને ઓઢણું ફગાવી દે છે.) (એને જોતાં જ મનોરથ ઓળખી જાય છે, ને મોટેથી રડવા માંડે
છે.) રૌહિણેય : (તિરસ્કારપૂર્વક) એય, ચૂપ ! રડવાનું બંધ ! જો રડયો તો (છરી
દેખાડતો) બેય કાન કાપી નાખીશ !
(મનોરથ શાન્ત થઈ જાય છે.) રૌહિણેય : (સ્વગત) હજી કોઈને જાણ થઈ નથી લાગતી. પણ હવે કોઈનું
ધ્યાન આ દિશામાં જાય તે પૂર્વે મારે ગુફા પર પહોંચી જવું જોઈએ. (પાછળ જોતો જોતો, મનોરથને લઈને ભાગે છે.) (સર્વત્ર નિરીક્ષણ કરતો, મનોમન-) રૌહિણેય નીકળી ગયો લાગે
છે. અહીં તો બધાં હજી સર્પના ભયમાં જ સ્તબ્ધ છે. એ બધાંને વાસ્તવિકતાનું ભાન થાય તે પહેલાં જ વામનિકાના કાનમાં સંકેત આપીને, મારે ભાગવું જોઈએ. (વામનિકાને એકાએક ખભા પરથી ઊતારીને મોટેથી-) વાસનિકા ! વાસનિકા ! શ્રેષ્ઠીવર્યના સુપુત્રનું કોઈ દસ્યુ અપહરણ કરી ગયો લાગે છે....(આમ બોલતો ભાગી
છૂટે છે.)
(વાસનિકા ધરતી પર ચડી જાય છે ને મૂછનો ડોળ રચે છે.) શ્રેષ્ઠી : (સાવધાનીના સ્વરે-) અરે ભાઈ ! આ મંચથી બધાં દૂર રહો !
અને રત્નાંગદ ! જો તો પેલો સર્પ ક્યાં લપાયો છે ? કોઈને દંશી
જશે તો વળી નાટકમાં ચેટક થશે ભાઈ ! રત્નાંગદ : (દોડતો આવે છે, શું કહ્યું ? સર્પ ? અહીંયા ? ક્યાં છે? કોણે
જોયો ? (આમ બોલતો તે ચારે દિશામાં ઝડપથી ફરી વળે છે. એક સ્થળે પડેલા પેલા સર્પને જોઈને) આ રહ્યો એ સર્પ, સ્વામી !
રાબર
Jain Education International
hal Use Only For Private & Personal Use Only
:
www.jainelibrary.org