________________
૨૬] સ્ત્રી
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) : (વરરાજા સમીપે જઈને) વત્સ ! મારા સ્કન્ધ પર ચડી જા તો !
તને ઉચકીને નૃત્ય કરું ને મારા મનના મનોરથને પૂર્ણ કરું. (મનોરથને ઉચકી, સ્કન્ધ બેસાડી, હર્ષોન્માદવશ નૃત્ય આરંભે
બીજી સ્ત્રીઃ તો હું પણ મારી લાડકી બહેનને તેડીને વેવાણની સાથે નાચવાનો
લ્હાવો કેમ ન લઉં? (એ પણ કન્યાને ઉપાડીને નાચવા લાગે
છે.)
શ્રેષ્ઠી
: ખરું ભાઈ ! પુત્ર ઉપર માતાનો સ્નેહ અનન્ય જ હોય. શેઠાણી
ભલે નાચતાં. એમના વર્ષોના ઑરતા ભલે પૂરા કરતાં. અને સ્ત્રીઓને બીજું જોઈએ પણ શું?
(ગાન) નાચે શેઠાણી ઘણું હરખી સહુ ઇચ્છાઓ પૂર્ણ થયાની ઊલટ હૃદયની પરખી...
સરસ પતિ મળજો' એ પહેલી, ઇચ્છા સ્ત્રીની રહેતી નિત્ય નવાં વસ્ત્રાભરણોની, તૃષ્ણા પછી તે વહેતી... ભોગસુખો પણ નિતનવલાં તે, ઝંખે દિવસે દિવસે લાડકડા બાળકની છેલ્લે, વાંછા તસ મન વિલસે.. આ ઈચ્છાઓ પૂર્ણ થઈ તો, પુત્ર-વિવાહે નારી લાજ તજી સુતને તેડીને, નાચે સુખની મારી...(૧૨) : (હરખ ઉપડયો હોય એમ)આ બેય વેવાણો વરને ને વહૂને સ્કંધે
બેસાડીને કેવું સરસ નાચે છે ! વામનિકા ! તુંય મારા સ્કંધ પર બેસી જા, તો હુંય તને લઈને નાચું. ચાલ, આવી જા મારા ખભા પર.
(વામનકા નખરાં કરતી તેના ખભે ચડે છે.) : (ગાન્ધર્વોને) અરે એ ગાયકો ! આ સાક્ષાત્ પાર્વતીમાતા અને
લક્ષ્મીમાતા જેવાં બે શેઠાણીઓ પોતાનાં સન્તાનોના વિવાહના ઉમંગમાં નાચી રહી છે, અને તમે આમ ધીમું ધીમું શું વગાડો છો? વગાડો જોરથી ! (એ સાથે જ વાજિંત્રો ભારે જોરથી ગાજવા લાગે છે, ને શબરની સાથે તેના ખભે બેઠેલી વામનકા પણ
શબર
શબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org