________________
અંક ૨]
[ ૨૫
પાછળ બેસી જાય છે.) રત્નાંગદ : વાસનિકા ! હવે નૃત્ય ચાલુ કર, ચાલ ! વાસનિકા : (હોઠ કરડતી) પણ સાજ વિના કેમ નાચું? રત્નાંગદ : (ગાન્ધર્વોને ઉદ્દેશીને-) અરે, આ વાસનિકા નૃત્ય આદરે છે તે નથી
જોતાં? ચાલો, વાઘોની સંગત આપો એને !
(ગાન્ધર્વો વગાડવા માંડે છે.). (વાસનિકા હાથના ઉલાળા કરતી નાચવા માંડે છે.) (પાછળથી શબર આવીને વામનકાના મસ્તક પર છત્રાકારે બે હાથ ધરતો, કેડ નચાવતો, મુખ, હાથ તથા દાંત વડે વિકૃત ચાઓ કરે છે.)
(કપડાં વડે મોં ઢાંકીને સહુ પ્રેક્ષકો હસે છે.) રોહિણેય : (સ્વગત)શબરે તો ભારે કૌતુક નીપજાવ્યું ! રંગત લાવી દીધી
એણે તો ભાઇ. ચાલો ત્યારે, હું પણ હવે મારું કાર્ય પતાવું.
(ઊભો થઈને નીકળી જાય છે.) શ્રેષ્ઠી : (હસતાં હસતાં) રત્નાંગદ ! ભારી કૌતુક બન્યું આ તો ! હાસ્ય
રસની પરાકાષ્ઠા લાવી દીધી આ લોકોએ ! જો તો ખરો - ખડ ખડ હસતા પ્રેક્ષકો અન્યોન્યથી અથડાય ને એવા વળે બેવડ કે વેણીપુષ્પ પણ ક્ષિતિને અડે ! મોંફાટ હસતાં કે ઈ મુખથી વેરતાં તાંબૂલ તો
આનન્દ અભુત અર્પતો કાંઈ હાસ્યરસ જામ્યો અહો ! (૧૧) શબર : (મનોમન) આ રૌહિણેયે આટલો બધો વિલંબ કેમ કર્યો હશે?
(એ જ વેળાએ, માથે પુષ્પોનો મૉડ પહેરેલી, ઘાટા સાબુનો ઘુંઘટ તાણેલી, લલાટે કંક-તિલક કરેલી સ્ત્રી મંચ ઉપર આવે છે. તેની કાખમાં, કોઈને દેખાય નહિ એ રીતે, કૃત્રિમ સર્પ પણ સંતાયેલો
છે.) શબર : અદ્ભુત ! ખરેખર અદ્ભુત ! આ સ્ત્રીનો વેષ રૌહિણેયે એવો તો
રચ્યો છે કે સાક્ષાત્ મનોરમા શેઠાણી જ લાગે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org