SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) કુશળ નૃત્યકાર ઉપસ્થિત હોય ત્યાં અમારા જેવાં નાચે તો કેવું ભૂંડું લાગે ? ના ના તમે જ નાચો હોં ભાઈ.... શબર : ઓ તારી ! આ તો કોહવાયેલી કાંજી પોતાને અમૃતના કૂપા સાથે સરખાવવા માંડી ! ખોળનો કુચો ગોળ સાથે સ્પર્ધાએ ચડ્યો ભાઈ! અરે રત્નાંગદ ! આ લીમડાની ડાળ અને પોતાની સામે અંગુલિનિર્દેશ કરતો) આમ્રફળનો મેળ તે ભલો બેસાડવા માંડ્યો! (ખડખડાટ હસે છે, અને ઉલટી દિશામાં જુએ છે.). વાસનિકા : (ક્રોધમાં ધમધમતી) અરે કિરાત ! આરણ્યક ! સુધાળુ! એક તો મારું સ્થાન પડાવી લઈને નાચવા બેઠો છે, ને પાછો મારી હાંસી કરે છે ? જા, જ્યાંથી પાછા આવી જ ન શકાય એવા સ્થાનમાં જઇને તું પડ ! (શબર પ્રત્યે આંગળાં મરડે છે.) શબર : અરે દાસીપુત્રી ! ધૂતારી ! અભાગણી ! શ્રોત્રિય બ્રાહ્મણને પણ તું શાપ આપે છે? આટલું બધું તારું દુઃસાહસ ? તો હવે સાંભળી લે તું પણ ત્યાં જઈને પડજે, જ્યાં મારું પહેલું બાળોતિયું ફેંકેલું! | (વામનકા વિલખી પડી જતાં મૌન ધારે છે.) શબર : (તેને મનાવવા જાય છે) અરેરે ! આટલી અમથી વાતમાં રીસાઈ જવાનું ! હું આવું નહિ કરું-હવેથી, બસ ? ચાલ, હવે આપણે બન્ને સાથે નૃત્ય કરીએ. પછી આપણને ઘણું દ્રવ્ય મળશે, પછી હું તારી સાથે લગ્ન કરીશ, ને પછી તો આપણે બન્નેને આનંદ જ આનંદ ! વામનિકા : (શક્તિ થઈને) અરે દુષ્ટટબ્રાહ્મણ ! હું? તને પરણીશ? અરે જા જા ! બહેડાના ઝાડ સાથે નમણી નાગરવેલ, ગધેડા સાથે ગાય, અને કાગડા સાથે કોયલ શોભે તો તારી સાથે મારો સંગમ થાય ! નફફટ ! દૂર જા મારી સામેથી ! (ઘૂંકે છે.) રત્નાંગદ : (આંખ ફેરવીને) અરે ! તે તો આને સંતાપવા માડી ! ચાલ, જરા વાર દૂર થા, અને આને નૃત્ય કરવા દે; એ એકલી જ ભલે નૃત્ય કરતી. શબર : સારું ભાઈ આ શાન્ત થઈ ગયા, બસ? (મોં ઉપર કપડું ઢાંકીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy