________________
૨૨]
શ્રેષ્ઠી
શબર
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
નાચીશ તો તમારું ગૌરવ વધી જશે એ નિશ્ચિત છે. પણ હાં, મારા લક્ષ્યમાં આવ્યું કે તું મને શા માટે ના પાડે છે ? આ સ્ત્રીઓનાં નાચગાન અને રૂપ પાછળ તું ઘેલો બન્યો છે ને ? હા...પછી મારા જેવા કલાકારને તું હા શેની પાડે ?... (વિલખો પડી ગયેલો રત્નાંગદ મૂંગો ઊભો રહે છે.)
: રત્નાંગદ ! ભલે ને આ બાપડોય નાચે આપણા ઉત્સવમાં. શું કામ ના પાડે છે એને ? જો ભાઈ ! ગાયકો, વાદકો, નર્તકો, નટ, વિટ, ભાંડ-આ બધા કલાવતો તો આવા ઉત્સવોથી જ નભે; આવા ઉત્સવો ન હોત તો આ બધાનું પોષણ કોણ કરત? માટે આ પણ ભલે નાચતો; નાચવા દે...
: (હર્ષોન્મત્ત બનીને) જય હો ! વણિકશ્રેષ્ઠ સુભદ્ર શેઠનો જય હો ! શું શેઠજીની લાપરીક્ષા ! સ્વામી, બહુ કૃપા કીધી હોં !
હવે હું જીતી ગયો રે હવે હું જીતી ગયો રે...
(આમ બોલતો બોલતો કટિપ્રદેશે હાથની થાપી મારતો નાચવા લાગે છે.)
(બધાં હસી પડે છે.)
રત્નાંગદ : (કૌતુક અને ઉપહાસથી મિશ્રિત સ્વરે-) (ગાન)
કેવું વિકટ રૂપ આ વિટનું !
વિફરેલા સર્પોની ફણાસમ, કર્ણ-યુગલ છે ષિટનું... અંગ પિંગળું છે અરધું તસ, નાક વિષમ અતિવાંકું ઊભા દાંતથી વદન વિકૃત ને, મોટું ત્રિપૂરૂં માથું માંજરી આંખો, દાઢીવિહોણું મુખડું છે નટખટનું... ભાલ કાલ-ખપ્પરની તોલે, ઢોલ-સમાણા ઢગરા પેટ લબડતું, નૃત્ય લથડતું, વરવાં કરતો નખરાં ખરે ટાંકણે આવ્યો આ વિટ, લઈને રૂપ કુનટનું...(૧૦)
મનોરમા : ભાઈ રત્નાંગદ ! આ નાચકણું તો કોણ જાણે ક્યારે પૂરું થશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org