SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૨] [[ ૨૧ (રત્નાંગદ આજ્ઞા-અનુસાર બધું કરાવે છે.) રૌહિણેય : (અચરજ અનુભવતો, શબરને) અરે જો જો ! વાદ્યોના દિવ્ય નાદે થરક થરકતી નાચતી નર્તિકાઓકેરા ઉત્તુંગ બન્ને સ્તન-કલશતણા મારથી હાર તૂટયા ! વેરાતાં મોતી તેનાં ધવલ ચળકતાં આંહી, તેથી અહોહો, દિસંતું આંગણું આ ઉદધિ-તટસમું શ્રેષ્ઠિ-આવાસ કેરું! (૭) તો બીજી બાજુ વળીતાંબૂલના રંગથી ઓઇ લાલ હરિદ્ર-વણે શણગાર્યું ભાલ કસુંબલું ઓઢણું હેરી ગાતું સ્ત્રીવૃન્દ આ મંગલગાન, જો તું (૮) શબર : આ યોગ્ય અવસર છે. હુંય હવે આ વૃન્દમાં ભળી જાઉં અને નાચ-ગાનમાં જોડાઈ જાઉં. તું સજ્જ રહેજે અને લાગ મળતાં જ તારું કામ સાધી લેજે. (શબર દોડીને નાચ-ગાનના તાંડવમાં ભળી જાય છે. થોડી વાર પછી જરા ઊંચા સ્વરે નર્તિકાઓને) એય, દૂર ખસો જરા ! નર્તિકાઓ : શા માટે ભાઈ? શબર : મારે પણ નૃત્ય કરવું છે. રત્નાંગદ : (અજાણ્યાને ટપકી પડેલો જોઈને) એય, કોણ છે તું? શબર : અરે બાપલિયા ! હું તો પરદેશી બ્રાહ્મણનો દીકરો છું. આવા આવા રૂડા પ્રસંગોમાં નૃત્ય કરવાની અમારા કુળમાં પ્રથા છે. આ તમારા ઘેર માંગલિક વાજાં સાંભળ્યાં એટલે દોડતો આવ્યો છું. મને નાચવા દો ને ! રત્નાંગદ : ચાલવા માંડ અહીંથી. તારા આ સ્વરૂપે જ તારો પરિચય આપી દિીધો છે. અહીં તારા જેવાની જરાય આવશ્યકતા નથી. ચાલ ચાલતો થા ! શબર : પણ પ્રભુ ! આ સ્ત્રીઓ તો નાચે છે ! હુંય એમની ભેગો નૃત્ય કરું તો તમને શું કષ્ટ છે? અને મારી સામે તો જુઓ જરા ! હુંય કાઈ ઓછો રૂપાળો નથી હોં ! અરે, આ બધાંની સાથે હુંય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy