________________
૨૦]
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) શબર, આજે આ મનોરથનું હું અવશ્ય અપહરણ કરીશ. એણે કેટલા અલંકારો પહેર્યા છે તે તો જો, અધધધ ! આને આખો ને
આખો ઉપાડી ગયા વિના આ અલંકારો આપણને શી રીતે મળે ? શ્રેષ્ઠી ? (હર્ષોન્મત્ત દષ્ટિથી ચારે દિશાઓમાં જોતાં જોતાં-)ઓ હો હો !
મારા લાડલાનાં ભાગ્ય કેટલાં જાગૃત છે ! સૌ લોકો આ નવ યુગલને પેખવા કાજ કેવી હોડાદોડી અનિમિષપણે આચરે હર્ષ-પ્રેરી ! તો શું જાગ્યો ઉદય સબળો ભાગ્યનો આજ મારાં ? કે આ મારા પ્રિય સુતતણાં ભવ્ય સૌભાગ્ય જાગ્યાં (પ) (રત્નાંગદને ઉદ્દેશીને) અરે રત્નાંગદ! આપણે કેટલે આવ્યાં? ઘર
સમીપે પહોંચ્યાં કે નહિ હજી ? રત્નાંગદ : સ્વામી !
પૂઠે મંગલ બોલનાર દ્વિજના શબ્દો-સમા સાથિયાપૂરેલું, શુભ-લક્ષણોસભર, ને ચોકે-વિરાર્જત આ; ક્રીડાના વનશું અનેક ફુલની માળા અને તોરણે
રંગીલું, ઘર આપનું નિરખજો-આ આવ્યું, હે શેઠજી ! (૬) શ્રેષ્ઠી : રત્નાંગદ ! આ ગન્ધર્વોને કહે કે નવદંપતીના ગૃહપ્રવેશના મુહૂર્તની
વેળાને હજી વાર છે, તો ત્યાં સુધી આપણા ઘર-આંગણે સરસ વર્ધાપનિકાનો ઉત્સવ કરે.
(નેપથ્યમાં ગીતગાનનો સ્વર) રત્નાંગદઃ સ્વામી ! આ સમયે આવા ઉત્સવ કરાવીને વિલંબ કરવાનું રહેવા
દો; કેમ કે સારા કાર્યમાં સો વિઘ્ન આવે. એકવાર વર-વધૂને ઘરમાં
આવી જવા દો, પછી નિરાંતે ઉત્સવ ઉજવીશું. શ્રેષ્ઠી : (જરા અકળાઈને) શું કામ આ ક્ષણે ઉત્સવ ન કરવો ? રત્નાંગદઃ અરે શેઠજી ! હમણાં જ જમણી છીંક થઈ તે તમે સાંભળી કે નહિ? શ્રેષ્ઠી : એહુ, સળેખમ જેવા વિકારો પણ જો આપણા રંગમાં ભંગ પાડવા
માંડશે, તો પછી દુષ્ટ મનુષ્યો માટે કોઈ કામ જ નહિ રહે ! જા, જા, જા, આ બધાં વેવલાવેડાં છોડ અને મેં કહ્યું તેનો પ્રબન્ધ કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org