SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રોહિણેયઃ (શબર પ્રતિ જોઇને હસી પડતાં-) ઓહો ! તેં તો આજે વિદૂષકનો સ્વાંગ સજયો છે ને કાંઈ ! ભારી જામે છે તો તને આ વેષ ! મેં તો કોઈ વિશિષ્ટ વેષ આજે વિચાર્યો નથી. ત્યાં ગયા પછી અવસરને અનુરૂપ વેષ રચી લઈશ; આજે તો આ કૃત્રિમ સર્પનો ઉપયોગ કરવો છે. (ઊંચે આકાશ પ્રતિ અવલોકીને) (ગાન) વિશ્વને ભક્ષતુ ઘોર અંધારું તો વિષભર્યા-નાગકુળતુલ્ય, તેને પી જતો, વેરતો તેજ તો સૃષ્ટિ પર, ગગનમાં વ્યાપતો વિશ્વજેતા કમલિનીને હવે વિરહની યાતના આપતો વિષ્ણુની જેમ ઉપયો દૂર સાગર વિષે સ્નાન કરવા મિષે સૂર્ય આ સર્વ ગ્રહ-વૃન્દ નેતા (૧) અરે, આટલીવારમાં તો બધે અંધારાં પથરાઈ ગયાં શબર ! આ અન્ધકાર જો સમુદ્ર હોય તો આ સૃષ્ટિ કેવી દીસે એની કલ્પના તું કરી શકે ? જો– પ્રાસાદો વ્હાણ લાગે, ઉપવન સઘળાં કાચબા શો, પહાડો પાણીમાં હાથી જેવા, ગગનતલ-ભર્યા તારલા માછલાં શા ઊડતા વાયરાથી અગણિત ધ્વજ આ સર્પશા શોભતા ને સ્વચ્છંદી બાલિકાઓ જલ-યુવતિસમી દીસતી અન્ધકારે ! (૨) અને હવે આપણે નગરમાં પ્રવેશવાનો સમય થઈ ગયો છે. ચાલ, અંદર પ્રવેશી જઈએ. (બન્ને નગરમાં પ્રવેશે છે.) રૌહિણેયઃ શબર, હજી કેટલું દૂર છે એ શ્રેષ્ઠી-ગૃહ? શબર : (માર્ગ ભણી જોઈને-) આ આવી જ ગયું. જુઓ, આ પ્રવેશદ્વાર | (સંકેત કરતો દ્વારા દર્શાવે છે.). રૌહિણેયઃ અરે પણ આ તો સાવ સૂનું સૂનું લાગે છે. શ્રેષ્ઠીનું ગૃહ હોય તો તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy