________________
પર્વતક
શબર
દ્વિતીય અંક (દશ્ય ૧)
(પર્વતક અને શબર, વાતો કરતાં, પ્રવેશે છે.)
પર્વતક : પણ એમને એ મળી ક્યાંથી ?
: હાં, પછી શું થયું ?
: પછી એ દેવાંગના સમી સુન્દરીને રૌહિણેયે પોતાની પત્ની બનાવી વળી !
શબર ઃ વનમાં પુષ્પ ચૂંટતી હતી એ, ત્યાંથી ઉપાડી લાવ્યા. પર્વતક : પણ એ સાવ એકલી તો નહીં જ હોય ને ?
શબર : એકલી તો ક્યાંથી હોય ! એક પુરુષ હતો, એના પતિ જેવો. પણ એને તો મેં મારી દક્ષતાથી જ ટાળી દીધેલો !
શબર
પર્વતક : (અચરજ અનુભવતાં) ખરેખર, રૌહિણેયનું સાહસ અસીમ જ ગણાય! ભલે તો તમે હવે કઈ બાજુ ઉપડ્યા ?
પર્વતક
ઃ રાજગૃહી જઈને આજે ધાડ પાડવા યોગ્ય કોઈ સ્થાનની શોધ માટે રૌહિણેયે મને મોકલેલો, ત્યાંથી ચાલ્યો આવું છું.
: તો તમે રૌહિણેય પાસે જ જઈ રહ્યા છો. ભલે, તમે જાવ; હું પણ મારા કામે જઈશ.
(બન્ને જાય છે.) પડદો
Jain Education International
(દશ્ય ૨)
(રૌહિણેય અને શબર આવે છે.)
રૌહિણેય : શું શું જોયું ત્યાં તે ?
શબર : એક મોટા શ્રીમંતનો પુત્ર બીજા એક ધનાઢય શ્રેષ્ઠીને ઘેર પરણ્યો છે, તે આજે રાત્રે પુનઃ સ્વગૃહે આવવાનો છે; એટલે આપણે ત્યાં
જવાનું છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org