SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧ ] [ ૧૧ કદીક કો' હૈયું ઘડે વિધાતા પ્રેમે રસેલું, કમનીય, વ્હાલા ! હૈયું અનેરું તસ સંગ પામી નિશ્ચ સુખાદ્વૈત લહે સુહાગી (૨૨) પુરુષ : (પ્રત્યુત્તરમાં, પ્રેમના તીવ્ર આવિષ્કાર સાથે તેને પ્રગાઢ આલિંગનમાં બાંધી લે છે.) રૌહિણેય : (વિસ્મય-પુલક્તિ વદને) શબર, શબર ! કેવું અનુપમ યુગલ છે આ ! જાણે પૂર્ણિમા અને ચન્દ્ર ! જાણે વિદ્યુત અને મેઘ ! જાણે રતિ અને અનંગ ! સાચે જ, આ બન્નેનો યોગ અનુપમ જ બન્યો છે. પૃથ્વી પણ આવા યુગલથી જાણે કે શોભી રહી છે ! નિત્યે નૂતન શિલ્પ-ઘાટ ઘડતાં ક્યારેક બ્રહ્મા વડે એવું અદ્ભુત શિલ્પ નિર્મિત થતું કે માત્ર જોયા કરો ! પોતે તો સુગુણો થકી જળહળે એ શિલ્પ હંમેશ, ને બ્રહ્મા-સર્જિત સૃષ્ટિને મધુરતા અર્પે અહો ! શિલ્પ એ (૨૩) યુવતી : (ચોપાસ પથરાયેલી વનશ્રીને નિહાળતાં) પ્રાણેશ ! કામદેવની સેનાના આ નાયક ચૈત્રતણા પવનો વિજય-સવારી લઈને જગ પર ચડી આવ્યા છે વીર જનો ઠેર ઠેર નિરમી છે જાણે શસ્ત્ર અસ્ત્રની શાળાઓ ફૂલ-લચેલાં ઉપવનરૂપે તેઓએ !, પ્રિયતમ ! ચાલો ! (૨૪) આપણે પણ થોડાંક પુષ્પ ચૂંટીએ, અને પછી આ મીઠડા કેલીગૃહમાં જઈને આપણે ચિરકાળથી ઝંખેલી ક્રીડાનો રસાસ્વાદ માણીએ. યુવાન : (મનોમન-). ઋતુ વસન્ત, સ્વર્ગીય વન, મનભાવન એકાન્ત મનગમતી આ પ્રેયસી, કેવો હું પુણ્યવંત ! (૨૫) (પ્રગટ રૂપે-) પ્રિયે ! મદનવતી ! કેટકેટલા સમય પછી આપણો મનોરથ આજે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy