________________
૧૦]
[પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ)
હો વદન દસ્તુર છતાં
શોભા તાંબૂલ અર્પશે તેને (૧૭). -આ તો તું છો, કે તારા ગુણોનું આરોપણ મારામાં કરી રહી છો; બાકી તારાથી ચડિયાતા થવાનું કોનું ગજું છે ?
અકૃત્રિમ પ્રેમરસે રસેલી સૌભાગ્ય છાયું તવ અંગ-અંગે નિસ્તેજ દીસે તજ પાસ જયોસ્ના
શું વર્ણવું હું તુજ હે સહેલી !? (૧૮) જોયો મેં ચન્દ્રમાને, સુણી અમૃત-કથા, પીધું મીઠેરું મદ્ય તાજાં ખીલેલ પુષ્પો થકી પ્રગટ થતી માણી મીઠી સુગંધ; તોયે હે પ્રાણ ! તારો રસ અધર થકી જે વહેતો સલૂણો
તે ચાખે પૂર્વલા આ અનુભવ સઘળા લાગતા સાવ ઊણા (૧૯) રૌહિણેય : (લોલુપ દૃષ્ટિથી યુવતીને નિરખતો-)
સાક્ષાત શું શૃંગાર રસ, રતિ, કે હશે આનન્દ-રસ? કે ચન્દ્રનાં કિરણો તણી સરજત, કે જીવતું પુણ્ય બસ ? સૌષ્ઠવ સમગ્ર ભુવનતણું એકત્ર થઈને કે બની ?
સમજાય ના કમલાનના આ શા પદાર્થ થકી બની ? (૨૦) વળી,
સેંથો સિદૂર-પૂર્યો સરજત ભ્રમણા તારલા-કૃત્તિકાની બાંધતો ને સ્તનોના કલશ-યુગલને હાર, શો સ્વર્ણ-દોરો ! કાને બે કર્ણફૂલો વિલસત અહહો ! ચન્દ્ર ને સૂર્ય જેવાં
કંદોરો નાભિદેશે મધુર રણકતો, ઈન્દ્રનું ચાપ જાણે ! (૨૧) .: (દીર્ઘ નિઃશ્વાસપૂર્વક, દયામણા વદને) પ્રિયતમ ! હું એક
અભાગણી નારી! મારામાં વર્ણવવા જેવું શું હોઈ શકે ? હા, એવું અવશ્ય બને કે નિત્ય શરણ લેવા યોગ્ય, ગુણોના સમુદ્ર, લાવણ્યના નિધિ એવા તમારો સમાગમ પામીને મારું સૌભાગ્ય જાગ્યું હોય, અને તમે વર્ણવ્યા તેવા ગુણો મારામાં ખીલ્યા પણ હોય. (કમ કે-).
યુવતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org