________________
[૯
અંક ૧]
પણ વિછડેલાં હૈયાં માટે
મરણતણો પર્યાય બને (૧૪) રૌહિણેય : (ચમકીને જુએ છે, અને મનોમન મલકાતો વિચારે છે)
અરે, કેવું સુંદર આ બેલડું આવી રહ્યું છે! લાગે છે કે હવે મારી ઈચ્છા પાર પડશે ખરી. જોઉં તો ખરો, આ બે જણા શું કરે છે
તે ? (આમ્રવૃક્ષની આડશમાં તે તથા શબર સંતાઈ જાય છે.) (ત્યાં તો સર્વાગે આભૂષણ-મઢેલી, ખીલતી કળી જેવા લાવણ્ય થકી શોભતી યુવતી, અને તેના હાથમાં હાથ પરોવેલો એક
નવયુવાન, બન્ને ગાતાં ગાતાં ઉલ્લાસભેર આવે છે.) યુવાન : પ્રિયે ! મદનવતી ! પળે પળે તારી સ્મૃતિમાં જીવું છું હું...
ચાતુર્ય-વૃક્ષની મંજરી તું, લહર ને લાવણ્યની સ્વર્ગીય સુખની ખાણ પણ તું, “કામ”ની ક્રીડા-વની શૃંગાર રસની વાવ અદ્ભુત, અમૃતની પરનાળ તું
તું જન્મભૂમિ પ્રીતિની; હું પળ પળે તુજને સ્મરું (૧૫) યુવતી :
(ગાન) લલિત મનોહર રંગમઢમાં
શ્રેષ્ઠ મુખ-શોભનો ઉત્તમ કોમલ વર્ણભર્યા
મિષ્ટ વચનાક્ષરો પ્રિયતમ ! બેઉ એ આપનાં
વદને સોહતાં નવ જડે ક્યાંય અન્યત્ર આ
સકલ બ્રહ્માંડમાં (૧૬) યુવાન : આહ ! કેવી અપરૂપ વાકપટુતા છે મારી મનમોહનાની ! પણ
પ્રિયે ! તને ખબર છે ?
“જે ગુણિયલ ગુણપ્રેમી તે અવગુણમાંય સદ્ગુણો પેખે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org