SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ] [ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રોપ્યો અહીં પોતાતણો... એની રખેવાળી કરે Jain Education International આ ભ્રમરગણ ચહુંદિશ ફરે... ના કેતકી આ તો નકી...(૧૧) પણ આ બધું તો સમજયા. પણ આથીયે મોટું કૌતુક તો મને એ વાતે થાય છે કે હું વારંવાર, આ જ ધનિકોને ત્યાંથી વિપુલ પ્રમાણમાં ધન ચોરી જઉં છું, અને છતાં આ લોકોને જાણે તેનો કોઈ ખેદ જ નથી ! કેટલા પ્રસન્ન, હાવ-ભાવ થી સભર, અને પૃથ્વીતલને પ્રકાશમાન બનાવતા હોય તેમ આ લોકો ક્રીડા કરી રહ્યા છે ! પણ ઉફ્...મારે આવી ચિન્તા શા સારુ કરવી પડે ? મારા માટે તો આજે ભારી રૂડો અવસર છે આ ઃ કુબેરથીયે અદકા ધનાઢયો નિર્લજ્જ થૈ ખેલત આ બધા તો ઉન્માદમાં ના પર' ને પિછાણે એમાં જ મારાં વિલસે સુપુણ્યો ! (૧૨) એટલે હવે તો આ ઉન્માદભર્યા વાતાવરણનો લાભ લઇને હાથફેરો કરી લઉં; થોડાં ઘરેણાં, થોડાંક બહુમૂલ્ય વસ્ત્રો અને એકાદ રૂપછટા-છલક્તી નવયૌવના-આટલું મળી જાય તો આજનો ફેરો સફળ ! ‘ચારણ, કવિ, વેશ્યા, વણિક, ચોર, વિપ્ર ને ધૂર્ત; નવી કમાણી ના ૨ળે, તે દિન માને વ્યર્થ' (૧૩) (નેપક્ષે યુગલ-ગાન) વ્હાલાંનું સાંનિધ્ય હશે તો સુખનુ સ્વર્ગ વસન્ત બને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy