________________
૪]
[પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ)
તેથી અધિક મીઠી તો
કવિતા રામભદ્રની (૬) તો સખે ! આવા રામભદ્ર કવિએ સર્જેલું,
કાને પડતાં જ રસિક જનોનાં મન જીતી લે તેવી સરસ ઉક્તિઓથી છલકાતું,
રસિક સુજ્ઞોને સ્નેહસિક્ત વિવિધ રસો, મનભાવન રીતે પીરસતું, પ્રબુદ્ધ રોહિણેય' નામનું “પ્રકરણ' છે;
આજે આપણે તે પ્રકરણ ભજવવાનું છે. પારિપાર્થક : આર્ય ! તમારી વાત તો બહુ ઉત્તમ છે. પરંતુ એક ચિંતા મને
કોરી રહી છે. તમે કેવા કુશલ નટશ્રેષ્ઠ છો તે સભ્ય જનોને જરાય અજાણ્યું નથી. ગમે તેવી આકસ્મિક સ્થિતિમાં પણ, કોઈ જ પૂર્વસૂચના વિના પણ, તમે ભારે ત્વરાથી રંગ-પ્રસ્તુતિ પર અધિકાર જમાવી શકો છો. ગમે તેવા અટપટા “વસ્તુમાં પણ, તમારી વાસ્તવલક્ષી અભિનય-ક્ષમતાના બળે પ્રાણ પૂરીને, તેનું એવું તો મંચન કરી શકો છો કે મોટા મોટા રસજ્ઞો પણ “સાધુ સાધુ બોલી ઊઠ્યા વિના ન જ રહે. પણ આર્ય ! પેલો, તમારો નિત્યનો વિરોધી કુનટ, ખરેખર તો નટાભાસ, જેને આજ સુધીમાં તમે સેંકડોવાર પરાસ્ત કર્યો છે તે, આ ક્ષણે પણ, તમારા આદરેલા આ નાટ્યાભિનયને રોળી નાખવા. માટે કાંઈક જયંત્ર રચી રહ્યો હોવાના સમાચાર મારી પાસે છે. તે કાંઈ એવું કરવા તાકે છે કે જેના લીધે તમારો નાટ્યપ્રયોગ નિષ્ફળ જાય, તમારી માનહાનિ થાય, અને કદાચ રાજદંડ પણ તમારે શિરે પડે. રાજદંડ ! બાપ રે ! હું તો એની કલ્પનાથીયે કંપી જઉં છું. રાજા, વાયા ને વાંદરા ! ક્યારે કેમ પલટો લે તે કળી ન શકાય; તો આપણું, તમારું અને અમારું શું થશે? આ
ચિંતાએ હું જરા ક્ષોભ અનુભવું છું, આર્ય ! સુત્રધાર : વત્સ ! તું ? મારો સહચર થઇને આવી નબળી-કાયર જનને જ
શોભે તેવી-વાત ઉચ્ચારે ? ખંખેરી નાખ, ખંખેરી નાખ આવી ચિંતાઓ મન પરથી. જો, એવા નટાભાસ ગમે તેટલા પ્રપંચો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org