________________
પ્રબુદ્ધ રોહિણેય નાટક (ભાવાનુવાદ) ]
[ ૩ છે. તેની વર્ષગાંઠને અનુલક્ષીને ચાલી રહેલા ઉત્સવમાં, અવનવા રસોથી છલકતા, કોઈ પ્રબંધનો નાટ્યપ્રયોગ કરી બતાવવાનો સભ્ય જનોએ મને આજે આદેશ કર્યો છે. બોલ, હવે મેં તારી
સમક્ષ રચેલી પૂર્વભૂમિકાનો મર્મ સમજાયો? (પારિપાર્શ્વકઃ પરંતુ આ “આદિનાથ ભગવાન વળી કોણ? તેમનો પરિચય
તો આપો ! સૂત્રધાર : અવશ્ય આપું. જો,-)
(નેપથ્ય) જય જય શ્રી યુગ-આદિ દેવ નતમસ્તક ઈન્દ્રોના મુકુટથી, રત્ન-કિરણ પ્રસરત તેના તેજે જસ ચરણોનું યુગલ અહો ! ઝલકંત આંતર-રિપુનો ધ્વંસ હમેશાં કરવાની જસ ટેવ...જય... ભીષણ ભવસાગર અતિદુર્ગમ, તરવા કારણ નાવ જેના ચિત્ત-કરડે ભરિયા, સગુણના શુભ ભાવ અનુપમ એ સદ્ગુણ-રત્નોથી ટળે મોહ તતખેવ...જય... ભમી ભમીને ભવવનમાં ભય-ભીત થતા સહુ લોક જેના ચરણે શરણ પામવા, આવે થોકના થોક
મુક્ત થવા કાજે ને એની, કરતાં નિશદિન સેવ..જય.. પારિપાર્થક : (હર્ષોન્માદમાં) ઓ હો ! કેટલું સરસ ! કેવું અદ્ભુત ! પણ
આર્ય! કહો તો ખરા, ક્યો પ્રબંધ ભજવવાનું તમે નક્કી કર્યું છે
તે ? સૂત્રધાર : એ પણ કહું :
પરવાદીઓને જીતનારા દેવસૂરીશ્વર થયા ને તેમના ગણમાં થયા સૂરિ જયપ્રભ નામના; છે શિષ્ય તસ વિદ્યાનિધાન શમ-પ્રધાન ગુણે-ભર્યા શ્રીરામભદ્ર મુનીન્દ્ર જે કવિવર્યની ખ્યાતિ વર્યા (૫)
ચન્દ્ર છે, ગીત છે, ને છે મીઠડી લલના; ભલે
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org