________________
૨ ]
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) (એમાં આ નવમું “નાટ્ય' ભલે ભળે). ચાલ, સભાની ઇચ્છા તો જાણું.
(જાય છે.) (મંચ પર આવીને હર્ષાવેગમાં આમથી તેમ ટહેલે છે. તે જોઈને-) પારિપાર્શ્વક : આર્ય! આજે તો કાંઈ બહુ પ્રસન્ન લાગો છો ! સૂત્રધાર : તારું અવલોકન સાચું છે, ભદ્ર ! પણ કહે તો, તે ચહુઆણકુલ
તિલક એવા શ્રીયશોવીર અને શ્રી અજયપાલનાં નામો સાંભળ્યાં
છે ક્યારેય? પારિપાર્થક : એ વળી કોણ છે આર્ય !? સૂત્રધાર : વત્સ ! સાંભળ, હું એમનો પરિચય આપું -
ચહુઆણ' નામનું એક ગોત્ર છે, જાણે કે ભગવાન વિષ્ણુનું વિશાળ વક્ષ:સ્થળ ! તે વિષે તેમણે ધારણ કરેલા રત્નાહારમાં (બે)મોટા કૌસ્તુભમણિ જડેલા છે. તે મણિ તે જ આ : યશોવીર અને અજયપાલ ! એ બન્નેએ શ્રી જૈન શાસનની ઉન્નતિ માટે કરેલો પુરુષાર્થ ખરેખર અસાધારણ છે એ બન્નેની દાનેશ્વરી તરીકેની ખ્યાતિ તો વળી દશે દિશાઓમાં પથરાઈ ચુકી છે. અને
શ્રીપાર્શ્વચન્દ્ર-' કુળના નભમાં સુહાતા જે સૂર્ય-ચન્દ્ર-સમ, ઉજજવલ રૂપવંતા જે રાજવલ્લભ છતાં સહુ લોકકેરાં કલ્યાણ કાજ મથતા સુચરિત્રાવંતા;
એ બેય બંધુવરને નવ કો” પિછાણે ? (૪) બંધુ ! આવા વિખ્યાત પુરુષોને પણ તું નથી ઓળખતો ? બહુ
કહેવાય ! પારિપાર્શ્વક : પણ આ ક્ષણે તે વાત શા માટે ભલા? સૂત્રધાર : એનુંયે કારણ છે, સાંભળઃ આ બન્ને ભ્રાતાઓએ પ્રથમ તીર્થંકર,
યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનનું ભવ્ય ચૈત્ય નિર્માણ કરાવ્યું
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org