SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ श्री रामभद्र मुनि प्रणीत प्रबुद्ध रौहिणेय-नाटकप्रबन्धः ભાવાનુવાદ જેના સદ્-ઉપદેશના કિરણને પામી ઘણા માનવો લક્ષ્મી મોક્ષની દિવ્ય પ્રાપ્ત કરતા વેગે હમેશાં અહો !; ને જે ખીલવતો ત્રણે ભુવનના સત્પાને સૂર્ય-શો તે શ્રીવીર-જિનેશનો વિજય તો આ વિશ્વમાં નિત્ય હો ! (૧) (મંગલ-ગાન-નાદ) સૂત્રધાર ઃ જે સત્પરુષોનાં શુભ ચરિતો કવિઓએ અદ્ભુત ગાયાં તે જગમાં સર્વત્ર સુહાગી વ્યાપે તેમ ગવાયે પણ; તે વર્ણવતા કવિરાજો પણ વિશ્વ વિષે વિખ્યાત બન્યા તે સચ્ચરિતો રંગમંચને ધન્ય બનાવો !, કવિઓ પણ (૨) (પ્રેક્ષકો ભણી નિહાળીને પુલકિત થતો-સ્વગત-બોલે છે) અહો હો ! આ સભા આજે આટલી બધી પ્રસન્ન શાથી દેખાતી હશે ? મને જોઈને હશે ? બનવાજોગ છે. સરસ ના પ્રસ્તુત થતું હોય તો રસિક પ્રેક્ષકો હરખાય જ. (આપણે ત્યાં) હર્ષ જન્માવનારા આઠ પદાર્થો તો જાણીતા છે : પૂનમના ચંદ્રતણાં કિરણો ઉત્સવ ઋતુરાજ વસંત તણો મનભાવન મિત્ર તણો સંગમ શીતલ ગોશીર્ષતણું ચંદન મલયાચલનો મધુરો વાયુ કોયલનું મદભીનું ગાયું નવપાટલ-પુષ્મતણી સુરભિ રસીલી લલનાનો સંગ વળી (૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy