SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧] સૂત્રધાર સિંહલ [પ ભલે રચ્યા કરે, મને ઊની આંચ નથી આવવાની; એ વાતે હું નિશ્ચિંત છું. વળી, હું પણ એક શિષ્ટ મનુષ્ય છું. ઉગ્ર રાજદંડ આવી પડે તેવી કોઈ પ્રવૃત્તિ ભૂલમાંયે હું ન કરું. અને સાંભળ : પ્રત્યુત્પન્ન - મતિ જેની, સાહસી હોય જે વળી રાજા યે તૃણ-શો તેને; બીજાની ગણના કશી ? (૭) (નેપથ્યમાંથી) આર્ય સૂત્રધાર ! બહુ સાચી વાત કહી તમે. નિર્દોષ સાહસના સ્વામી એવા પરાક્રમી પુરુષનો પરાભવ કરવાનું સામર્થ્ય કોનામાં હોય ? : ઓસ્ટ્, તો બધું નટવૃન્દ પણ આવી ગયું લાગે છે. વત્સ ! ચાલ સ્ફૂર્તિ કર; આપણે પણ સજ્જ થઈને રંગમંચ પર ઉપસ્થિત થઈએ. (બન્ને જાય છે.) (પ્રસ્તાવના પૂર્ણ) અંક ૧ (દશ્ય ૧) (મોટેથી વાતો કરતા સિંહલ અને રવિંજલ પ્રવેશે છે) : રવિંજલ ! એ વાત તો માનવી જ પડે કે એકાએક જ ધનાઢ્ય થવાની ક્ષમતાવાળા માણસની જ સઘળી કામનાઓ ફળીભૂત થાય છે. બીજાં ઉદાહરણ ક્યાં શોધવાં ? આપણા નાયક રૌહિણેયની જ વાત જો ને ! Jain Education International અદ્ભુત સાહસનો ધણી એક અજોડ અદમ્ય વીરોનો મદ ગાળતો પરાક્રમે ય અગમ્ય For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy