________________
27
આમાં તેમને એક સ્થાને પ્રશ્ન એ ઉદ્ભવ્યો કે “મહાવીરસ્વામીનું પાત્ર નાટકમાં કેવી રીતે પ્રયોજવું ? સાક્ષાત્ “મહાવીર' તરીકે તો કોઈ પાત્ર મૂકાય નહિ; ધાર્મિક દૃષ્ટિએ પણ અને નાટ્યકલાની રીતે પણ તે અયોગ્ય ગણાય. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે તેમના મિત્ર ડૉ. ભાયાણીનો સંપર્ક સાધ્યો. ડૉ. ભાયાણી તેમને લઈને મારી પાસે આવ્યા. અમે સાથે બેસીને આનો ઉકેલ આણી શક્યા એ ક્ષણ મારા માટે અવિસ્મરણીય છે. પરંતુ એ વેળાએ શ્રીગોવર્ધનભાઈમાં. ગુજરાતમાં સંસ્કૃત નાટકો માટેની રંગભૂમિ સર્જવા માટેનો અને પ્રશિષ્ટ નાટકોનું મંચન કરવા માટેનો જે સાત્ત્વિક અભિનિવેશ જોવા મળ્યો તે ખરેખર અનુપમ અનુભવ હતો મારા માટે. તેમણે કહ્યું કે “કેરળ પ્રાન્તમાં આજની તારીખે પણ નિયમિતપણે સંસ્કૃત નાટકો ભજવાય છે. તે પણ આધુનિક રેડિયો-રૂપકોની જેમ નહીં; પ્રાચીન-પ્રણાલિકાગત એટલે કે ભરતનાટ્યશાસ્ત્રના તમામ નીતિ-નિયમોના બંધનમાં રહીને, નાટ્યાનુરૂપ સમગ્ર સાજસજ્જા તથા વેશભૂષા વગેરે પૂર્વક ભજવાય છે, અને હજારોની મેદની તે માણે છે. જો કેરળમાં આજે પણ પુરાણાં નાટકો જીવંત રીતે ભજવી શકાતાં હોય, તો ગુજરાત પાસે પણ પોતાનાં કહી શકાય તેવાં પ્રશિષ્ટ નાટકોનો વિપુલ વારસો છે; નાટ્યાભિનયની પુરાણી પદ્ધતિ પણ છે; તો આજે તે નાટકોની ભજવણી ગુજરાતમાં કેમ ન થઈ શકે ? મારી આ વાત આધુનિકોને હાસ્યાસ્પદ અથવા અશક્ય લાગે છે, પણ આ વાતને વાસ્તવિકતામાં મૂકી આપવા માટે હું કૃતસંકલ્પ છું.”
એક પગે તકલીફ, પાકટ ઉંમર, ટાંચા સાધનો, આ બધું હોવા છતાં શ્રીપાંચાલે પોતાનો એ સંકલ્પ ચરિતાર્થ કરી બતાવ્યો, અને આમંત્રિતોની વિશાળ ઉપસ્થિતિમાં IM (અમદાવાદ)ના સરસ મંચ પર, શુદ્ધ સંસ્કૃતમાં અને પરંપરાગત ઢબથી, “પ્રબુધ્ધ રૌહિણેય” નાટક તેમણે તથા તેમના કેળવેલા વૃન્દ શ્રેષ્ઠ રીતે ભજવી બતાવ્યું.
શ્રીપાંચાલની ભાવના, ગુજરાતમાં તથા ભારતમાં ઠેર ઠેર આ નાટક ભજવવાની હતી. પરંતુ આર્થિક સહયોગની સદંતર ગેરહાજરી, અને પોતાની વૃદ્ધાવસ્થાને કારણે તેમની તે ભાવના ફલીભૂત ન નીવડી. આમ છતાં, ગુજરાતીઓ ધારે તો આવું કઠિન કે વિકટ કામ-લુપ્ત ધારાને પુનઃ જીવિત કરવાનુંપણ કરી શકે છે, તેનો અહેસાસ તો તેમણે કરાવી જ આપ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org