________________
26 ક્યારથી બંધ પડી તે વિષે કોઈ સ્પષ્ટ કે અસ્પષ્ટ નિર્દેશ મળતા નથી. એવું અનુમાન થાય છે કે મૂર્તિભંજકોનાં આક્રમણો વધી ગયાં હશે ત્યારથી આ પ્રવૃત્તિ સંકેલી લેવામાં આવી હશે. કેમકે મન્દિર અને મૂર્તિનો ભંગ, સ્ત્રીજન પર અત્યાચાર અને નિર્દોષોને અકારણ હણવા-લૂંટવાની વૃત્તિ-એ બધું જ આવા જાહેર સમારંભો થતાં રહે તો વધુ વકરે; એના કરતાં એવા પ્રસંગો જ ટાળી દેવા એ વધુ શ્રેયસ્કર–આવા શાણપણથી પ્રેરાઈને તત્કાલીન સામાજિકોએ આ બધાં પ્રયોજનો બંધ કરાવી દીધાં હોય તેમ માની શકાય. અર્થાત્, આ પ્રયોજનો બંધ કરાવવા પાછળ કોઈ આશાતનાના કે આ અયોગ્ય હોવાના ખ્યાલે ભાગ ભજવ્યો નથી; પરંતુ મન્દિરથી માંડીને જીવનની સુરક્ષાની સમયોચિત અનિવાર્યતા જ તેમાં કામ કરી ગઈ છે – એમ માનવાનું વધુ સમુચિત-સુસંગત લાગે છે. આનું સીધું પરિણામ એ આવ્યું કે ચૌદમા શતક પછી જૈન વિદ્વાનો દ્વારા નાટકોની રચના થવાનું લગભગ બંધ પડી ગયું. તેમની કલમ સાહિત્યના અન્યાન્ય પ્રકારોના નિર્માણમાં, પછી, વળી અને વહેતી રહી જરૂર; પણ નાટ્યરચનાઓ મળવાનું તો બંધ જ થઈ ગયું. જલદી નજરમાં ન આવે તેવો આ સાંસ્કૃતિક હૂાસ, જો ઊંડા ઊતરીએ તો, કેટલો બધો તીવ્ર છે ! કેટલો હાનિપ્રદ બન્યો છે ! આમાં માત્ર થોડીક પ્રશિષ્ટ કે શિષ્ટ રચનાઓ ગુમાવવાની થઈ તેટલો જ સવાલ નથી; આમાં તો એક જીવંત-રસિક સમાજની આખી જીવનશૈલી કેવી રીતે અસ્ત થઈ ગઈ કે ધરમૂળથી બદલાઈ ગઈ – તે સમજવાનું જ મહત્ત્વપૂર્ણ છે.
પ્રબુદ્ધ રૌહિણેયની વાત નીકળે ત્યારે બે નામ જરૂર સ્મરણમાં આવે – શ્રીગોવર્ધન પાંચાલ તથા શ્રીહરિવલ્લભ ભાયાણી. શ્રીપાંચાલની એક તીવ્ર ધખના કે ગુજરાતમાં પૂર્વે સંસ્કૃત નાટકો ભજવવાની જીવંત પરંપરા હતી, તે આજે પુનઃ જીવતી કેમ ન થાય ? કરવી જ જોઈએ; મારે તે કરી બતાવવી છે. પોતાની આ ધગશને સાકાર બનાવવા માટે તેમણે, ગુજરાતમાં બનેલું હોય, ગુજરાતમાં (પૂર્વે) ભજવાયેલું હોય, કોઈ ગુજરાતી દ્વારા રચાયેલું હોય અને વળી મંચનક્ષમ હોય, સરળ હોય, તેવા નાટકની શોધ ચલાવી. અને તેમને કહ્યું “પ્રબુદ્ધ-રૌહિણેય'. તેમને બહુ ભાવી ગયું આ નાટક. તેમણે તેનું આધુનિક મંચન કરવાનું નક્કી કરી લીધું અને તે માટે છ અંકનો પ્રસ્તાર ધરાવતા નાટકમાં અવસરોચિત સંક્ષેપ પણ કરી વાળ્યો. સાથે જ તેમાં પાત્રાભિનય કરનારા અભિનેતા ભાઈ-બહેનોનું વૃન્દ પણ તેમણે કેળવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org