________________
24 નાટક અવશ્ય ઉપલબ્ધ થાય છે – “પ્રબુદ્ધ રોહિણેય”.
અભુત રચના છે આ. ભગવાન મહાવીરના સમયમાં બનેલી એક વિલક્ષણ ઘટનાની ફૂલગૂંથણી કરી આપતી રચના છે આ. એનો મૂળ ઉદેશ્ય ભગવાન મહાવીરની વાણીનો મહિમા વર્ણવવાનો ભલે છે, પરંતુ તે ઉદેશને અત્યન્ત ગર્ભિત જ રહેવા દઈને રૌહિણેયના જીવન-પ્રસંગોને જે નિપુણતાથી કવિએ ઉપસાવ્યા છે તે ભારે મનમોહક છે. નાટકનું નામ છે : પ્રબુદ્ધ રૌહિણેયમ્અર્થાત પ્રબોધ પામેલો–જાગી ઉઠેલો રૌહિણેય.
(૨) આપણે ત્યાં, ગુજરાત-રાજસ્થાનમાં, જિનમન્દિરોના પ્રાંગણમાં નાટકો ભજવાતાં હોવાના અઢળક ઉલ્લેખો પ્રાપ્ત છે. વસ્તુતઃ તો નાટકોની રચના જ મન્દિરોના નિમિત્તે થતી. મન્દિરની સ્થાપના, ધ્વજારોપણ, વાર્ષિકોત્સવ કે પછી કોઈ વિશેષ નિમિત્તે વિશેષ અષ્ટાહ્નિકાદિ મહોત્સવ - આવા આવા અવસર હોય ત્યારે તેને અનુલક્ષીને નવતર નાટક પ્રસ્તુત કરવાનો આગ્રહ તે તે મન્દિરના નિર્માતા કે ઉત્સવોના પ્રણેતાઓનો રહેતો. તેમની ઉચ્ચ રસ-રુચિને અનુરૂપ નાટકની રચના, કુશળ કવિ-સાહિત્યિક દ્વારા થતી. અને છેવટે તેનું મંચન, નિપુણ નટસમૂહ દ્વારા તે તે અવસરે થતું. અને રસજ્ઞ નાગરિકોનો વિશાળ સમૂહ, મોડી રાત પર્યન્ત, તે મંચન નિરખવારસાનુભૂતિ પામવા, હમેશાં ઉપસ્થિત રહેતો. મધ્યકાળનાં “પ્રબુદ્ધ-રૌહિણેય' જેવાં અનેક નાટકોની પ્રસ્તાવના જોવાથી આ વિધાનને સમર્થન મળતું અનુભવાશે.
વળી, આ રીતે જૈન મન્દિરોમાં ભજવાતાં નાટકોની કથાવસ્તુ “જૈન” એટલે કે જૈનધર્મના કોઈક વિચાર કે પ્રસંગ સાથે સંકળાયેલ જ હોય એવો પણ કોઈ નિયમ ન રહેતો. નાટકની કથાવસ્તુ જૈન સિવાયના વિષયની પણ રહેતી. અનિવાર્યતા હોય તો કેટલી જ કે તે નાટક અપૂર્વ હોવું જોઈએ, મંચનક્ષમ હોવું જોઈએ, અને વળી શ્રોતા-પ્રેક્ષકોને રસનિમગ્ન બનાવનાર હોવું જોઈએ. બિલ્ડણ કવિનું કર્ણસુન્દરી” નાટક પાટણના મહામંત્રી શાન્ત-સંપન્કર મહેતાના જિનમન્દિરના મહોત્સવ નિમિત્તે સર્જાયેલું તથા ભજવાયેલું–તેવી ઐતિહાસિક વિગત આના સમર્થનમાં ટાંકી શકાય.
જિનમંદિરમાં નાટક ભજવાવાની વાત આવે તો તદ્દન અજુગતી, અપ્રસ્તુત, હાસ્યાસ્પદ અને જડ સાંપ્રદાયિકો માટે તો ડૂબી મારવા જેવી લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org