________________
અંક ૬]
[ ૮૯
તે પરત્વે દેવ કહે તે પ્રમાણ !
(રાજા અર્થસૂચક દૃષ્ટિથી મંત્રી સામે જુએ છે.) અભયકુમાર : દેવ ! આ વિષયમાં કાંઈ જ વિચારવાનું ન હોય. જે જેનું હોય
તે બધું તેને અત્યારે જ સોંપવા માંડો ! રાજા : આ અંગે તમે જે કરવું ઘટે તે કરી શકો છો. અભયકુમાર : પ્રતીહાર! સુભદ્ર શ્રેષ્ઠીને અને પ્રમુખ નગરજનોને શીધ્ર અહીં
બોલાવી લાવ.
(પ્રતીહાર થોડી જ વારમાં સર્વને લઈ આવે છે.) અભયકુમાર : “સુભદ્ર ! આ તમારો પુત્ર, સંભાળી લો એને. અને ભાઈ ધન
સાર્થવાહ ! આ બેઠી તમારી કન્યા, લઈ જાવ એને સ્વગૃહે. (નાગરિકો ભણી ફરીને) અને બધુઓ ! આ બધાં પોટલાંમાં લૂંટાયેલો માલ છે. સૌ ઓળખી ઓળખીને પોતપોતાની વસ્તુઓ લઈ જાય.
(બધા લોકો તે પ્રમાણે વર્તે છે.) સુભદ્ર : (પ્રસન્ન વદને રાજાને સંબોધીને).
રાજન્ ! અદ્દભુત આપનો, ન્યાયપ્રેમ અપરૂપ
લોભરહિત ને નીતિવિદ, નૃપનું આ જ સ્વરૂપ (૩૫). રૌહિણેય : દેવ ! સર્વને પોતાનું બધું પાછું મળી ગયું છે. કોઈનું કાંઈ જ
શેષ નથી રહેતું. હવે મને અનુમતિ આપો, તો હું મારું કાર્ય
સાધી લઉં. : (હર્ષપુલક્તિ હૈયે) સાહસિકોમાં શ્રેષ્ઠ! સપુરુષ! તમારા માર્ગમાં હજી પણ કોઈ અવરોધક છે એમ તમને લાગે છે? અરે, તમે તો જે ધારેલું તે કરી જ બતાવ્યું છે ! વધુ તો શું કહું? પણ
તું પુણ્યવંત, તું ધન્ય, તું ગુણવંત, ઉત્તમ સર્વમાં તું ગ્લાધ્ય, આજ કલંક “ચોર'નું તે નિવાર્યું ક્ષણાર્ધમાં જે ત્રણ ભુવનને પૂજ્ય, જે કલ્યાણ કરતા જગતનું
તે વીર જિનના ચરણ-યુગલે તે સમપ્યું અહો ! બધું (૩૬) કહે ભાઈ ! તને જે રુચે તે કહે; તું ઇચ્છીશ તે થઈ જશે.
-
રાજા
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org