________________
૮૮ ]
રૌહિણેય
રાજા
બધા
રાજા
રૌહિણેય
અભયકુમાર
રૌહિણેય
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
તારી ગુફા ક્યાં ? દ્વાર જેવું તો કાંઇ કળાતું નથી ! : દેવ ! આ સામે ચંડિકાનું સ્થાનક છે ત્યાં જ તે દ્વાર છે. આપને ધ્યાન પર નથી આવતું ?
: (હાથી પરથી ઊતરીને ચંડિકાના સ્થાનક પાસે જઇને બધું તપાસે છે, પણ કાંઈ સાંધો નથી સૂઝતો. એટલે) અરે, અહીં તો પત્થરોની ભીંત છે, તેમાં તો કીડી પ્રવેશી શકે તેવી ફાટ પણ દેખાતી નથી; તો પ્રવેશદ્વાર તો ક્યાંથી સંભવે ? (રૌહિણેય આગળ જાય છે, ને પત્થરમાં કોરેલા ચંડિકારૂપ કમાડને ખસેડે છે, એ સાથે જ ગુફા ઉઘડી જાય છે.)
: (દિગ્મૂઢ બનીને ઊંચા સ્વરે) અહો હો ! કેવું અનુપમ બુદ્ધિકૌશલ્ય ! આપણે તો અનેકવાર અહીં આવીએ છીએ, પણ કોઈને આનો અણસાર સુધ્ધાં આવ્યો નથી ! અદ્ભુત ! : રૌહિણેય ! આ રચના તેં કરી કે તારા પિતાએ ?
• દેવ ! મારા પિતાનું નિર્માણ છે આ તો.
(બધા જ ઉત્સુકતાપૂર્વક ગુફામાં પ્રવેશ કરે છે.)
: (સાંકડા દ્વાર વાટે અંદર પેઠા પછી વિશાળ ગુફાખંડને નિહાળીને વિસ્ફારિત નેત્રે-)
કેવું આ ગિરિગણ્વર !
જાણે દૈત્યોનું ઘર !
વસે ધરાતલ ભીતર !
(પણ)
અવતર્યું શું પૃથ્વી પર ! (૩૪)
: દેવ ! આ સુભદ્ર શ્રેષ્ઠીનો નવપરિણીત દીકરો મનોરથ, જેને હું ઉપાડી લાવેલો; અને આ બેઠી છે તે વસન્તોત્સવ સમયે ઉપવનમાંથી હું ઉઠાવી લાવ્યો'તો તે મદનવતી, ધન સાર્થવાહની દીકરી. અને આ ચોમેર ખડકેલાં પોટલાંનો ગંજ છે, તેમાં મેં લૂંટેલા ધન અને મૂલ્યવાન પદાર્થો છે, પ્રજાજનોના. આ બધું આપ સંભાળી લો. આ ઉપરાંત કાંઈ શેષ રહી જતું હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org