________________
અંક ૬ ]
[ ૮૭
રાજા
જેનું વચન થોડુંયે આવે છે ફળ આટલું તેની સમગ્ર વાણીની
સેવના કેટલી ફળે ! (૩૨) રૌહિણેય : (રાજાને નમીને) દેવ હવે કોઈ વિશ્વસનીય સેવકને મારી સાથે
મોકલો, તો વૈભારગિરિની ગુફામાં છુપાવેલો ચોરીનો સઘળો માલ તેને સોંપી દઉં, ને પછી હું શ્રીવીરપ્રભુની ચરણસેવામાં
જીવન સમર્પિત કરી દઈને મારા જન્મને સફળ બનાવું. : મંત્રી ! આનું નિવાસસ્થાન કેવું હશે તે જોવાનું અમને પણ
કુતૂહલ થાય છે. અભયકુમાર : દેવ ! કૃપા કરો ! પધારો ! રાજા : પ્રતીહાર ! મહાવત શંખમુખને કહે કે સેચનક ગજરાજને સજ્જ
કરીને શીધ્ર અહીં લાવે.
(પ્રતીહાર આજ્ઞાનું પાલન કરે છે.) શંખમુખ : (સેચનક સહિત આવીને) દેવ ! સેચનક સજ્જ છે. પધારો.
(રાજા ગજારૂઢ થાય છે.). અભયકુમાર : રૌહિણેય ! આગળ ચાલ. માર્ગ દર્શાવ.
(રૌહિણેય સર્વને વૈભારગિરિની ગુફા પ્રતિ લઈ જાય છે.) અભયકુમાર : (થોડી વેળા પછી) વૈભાર પર્વત આવી લાગ્યો, દેવ ! રાજા .: (કૌતુકરાગી દષ્ટિ વડે પર્વતને અવલોકતાં)
વૈભારાચલ હાડ આ આનાં બે શિખરો વચાળ ભમતો કેવો દીસે સૂર્ય આ જાણે કર્ણનું ફૂલ-સૂરજમુખી તેને ઝગારા કરે ! રાત્રે પર્વત-ટોચમાં વિલસતાં ઉત્તુંગ વૃક્ષો પરે
ચાંદો કાંઈ ઝળુંબતો કપિ-સમો નિશ્ચ હશે દીસતો ! (૩૩). (બધાં મસ્તક ડોલાવતાં રાજાની કાવ્યકલ્પનાને પ્રશંસે છે.) : રૌહિણેય ! પર્વતની ઉપત્યકામાં તો આપણે આવી પહોંચ્યા.
રાજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org