________________
૮૬ ]
[પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) શી લેવાદેવા? રૌહિણેય : (ઉત્સાહિત થઈને) મંત્રીવર્ય ! શી લેવા દેવા એમ પૂછો છો
હજી? હજી સમજ્યા નહિ? લો, હું જ સમજાવું : અરે મંત્રીશ્વર ! તમે મને પકડ્યો. પછી મારી યથાર્થ ઓળખ મારા મુખે જ પામવા માટે તમે દેવલોકનો આભાસ રચ્યો. દેવવિમાન બનાવ્યું. દેવ દેવીઓની સૃષ્ટિ સર્જી. પ્રાયઃ દેવલોકમાં સંભવે તેવી સમગ્ર સ્થિતિનું તમે નિર્માણ કર્યું. હું અવશ્ય આ ઇન્દ્રજાળમાં સપડાઈ જ જાત. પરન્તુ આ ક્ષણોમાં ભગવાનનું અનિચ્છાએ સંભળાઈ ગયેલું પેલું વચન મને સાંભરી. આવ્યું. એ સાથે જ તે વચનમાં થયેલ દેવોના વર્ણન સાથે તમારા નિર્મલા દેવોનાં સ્વરૂપની મેં તુલના કરી. ક્ષણમાત્રમાં સ્પષ્ટ થઈ ગયું કે હું દેવ નથી, આ કોઈ પણ દેવ કે દેવાંગના નથી, અને આ દેવવિમાન પણ નથી. હું ચેતી ગયો મેં તલ્લણ મારા પૂર્વજન્મની કાલ્પનિક વાર્તા રચી કાઢી. એનું સવિસ્તર વર્ણન કર્યું, અને તેમ કરીને મેં મારી જાતને રાજાજીથી અને તેમના વિકરાળ હત્યારાથી ઉગારી લીધી! કહો હવે, હું ફાવી ગયો અને તમે મને કળી ન શક્યા, તેમાં
પ્રભુ વીરનું વચન જ કારણરૂપ થયું ગણાય કે નહિ ? અને હવે ખરી વાત કહું ?
પિતા કેરા જૂઠા વચનવશ અદ્યાવધિ હું તો ચુક્યો વાણી મીઠી જિનવરતણી, ચોર જ રહ્યો ! ત્યજી મીઠા આંબા રસ છલકતા,મેં મન ધર્યું
ખરે, કાંટાઘેર્યા કટુરસભર્યા બાવળ વિષે ! (૩૦) બાકી,
“ચોરી સર્વસ્વ છે' એવું, માનનારા પિતાતણા નિંદુ આદેશને; કાં કે, જિનવાણીથી વેગળો
રાખ્યો એણે મને ભલો ! (૩૧) અભયકુમાર : (આનન્દભેર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org