SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૬] [૮૫ અભયકુમાર : પછી ? રોહિણેય : બે દિવસ પૂર્વે હું ચોરી કરવા નીકળ્યો, ત્યારે અજાણતામાં જ સમવસરણની સાવ પાસે પહોંચી ગયો. આમ તો ત્યાં ભગવાનની વાણી કર્ણપટ પર અથડાયા વિના ન જ રહે. પરન્તુ હું પેલી પ્રતિજ્ઞાને વીસર્યો નહોતો. વળી, પાછા ફરવાનું પણ શક્ય ન હતું. એટલે મેં બે કાનમાં બે આંગળી ખોસી, ને ત્યાંથી ઝડપભેર ભાગ્યો. અભયકુમાર ? હાં, પછી? રૌહિણેય : દોડવામાં ને દોડવામાં ધ્યાન ન રહ્યું, અને પગમાં બાવળની શૂળ પેસી ગઈ ! એ એવી તો ઊંડી ઊતરી ગઈ કે પછી હું ડગલુંય ભરવા સમર્થ ન રહ્યો. રાજા .: (કૌતુકભર્યા નેત્રે) ઓહ ! અદ્ભુત છે ભાઈ તારી કથા તો ! વાર પછી શું થયું? રૌહિણેય ઃ કંટક-શોધન અનિવાર્ય જણાતાં મારે કર્ણવિવરોમાં ખોસેલી આંગળીઓ બહાર લેવી જ પડી. પણ તે કાંટો કાઢતાં જે ક્ષણો વીતી, તે ક્ષણોમાં અનિચ્છાએ પણ ભગવાનની વાણી મારા કાનમાં પ્રવેશી જ ગઈ! તે સમયે તેઓ દેવોના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા હતા. તેમાં તેમણે કહ્યું કે - દેવોને પ્રસ્વેદ ન થાય દેવોને થાક ન લાગે દેવોને રોગ ન આવે દેવોની ફૂલમાળા કરમાય નહિ દેવોના પગતલ ધરતીને સ્પર્શે નહિ દેવોની આંખો અપલક હોય દેવોનાં વસ્ત્રો ચીમળાય નહિ દેવોની કાયામાં દુર્ગધ ન હોય દેવોના મનોરથો સંકલ્પમાત્રમાં પૂર્ણ થાય ઈત્યાદિ. અભયકુમાર : પણ ત્યારે ભગવાનનું વચન સંભળાઈ ગયું તેમાં આજના પ્રસંગને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy