________________
૮૪]
[ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
તેથી બીજા કોઇનેયે ચોરલેખે ન શોધજો ! (૨૬) અભયકુમાર : (રોમાંચ અનુભવતા) ધન્ય છે રૌહિણેય ! ધન્ય છે તારી
સરલતાને:
મારા બુદ્ધિપ્રપંચમાં ભલભલા ભૂચાટતા થૈ ગયા આવર્તે જિમ સિન્ધના ગરક થાતાં વ્હાણ મોટાં ઘણાં તેમાંથી નહિ કોઇ કોઇ દિ' બચ્યું હે ધીર ! તારા વિના
તેં તો બુદ્ધિબળે મનેય થકવ્યો; છો ધન્યવાદાઈ તું..(૨૭) રૌહિણેય : પણ મંત્રીવર્ય ! આમ કેમ બની શક્યું તે સાંભળોઃ
મારું આ અવળુંય વાંછિત બધું વિનો વિના સીઝતું બુદ્ધિયે અટવાય આપની અહો ! ના તાગ મારો લહે આનું કારણ માત્ર વીરજિન છે ભંડાર કારુણ્યના
મંત્રીવર્ય! પ્રતીતિ આ મુજ હિયે, છો ને કહે ના બધા(૨૮) અભયકુમાર (કાન ઢાંકી દઈને અરુચિપૂર્વક)અરે ભાઈ ! આ કેવી અયુક્ત
વાત કરે છે તું? શું તીર્થકરો ચોરી કરતાં શીખવાડે ? મદિરાના
ઉન્માદમાં તો નથી ને હજી ? રૌહિણેય : મંત્રીશ્વર ! તમે મારી વાતનો મર્મ ન પકડી શક્યા. સાંભળો,
હું જ સમજાવું :
નૌકા વડે નદી જેમ, તરવી શક્ય છે મહા પ્રભુના શબ્દ-બળથી, તેમ મેં બુદ્ધિજાળ આ
ભેદી મંત્રીશ! આપની (૨૯) અભયકુમાર : (આશ્ચર્ય પામતાં)એ શી રીતે ? રૌહિણેય : સાંભળો. મારા પિતાનું નામ લોહખુર. વૈભારગિરિની ગુફામાં
રહે. ચોરીનો જ વ્યવસાય. એમણે મૃત્યુ-સમયે મને પ્રતિજ્ઞા કરાવી કે જો તું મારો પુત્ર હો તો મહાવીર સ્વામીની વાણી
કદી સાંભળતો નહિ. બધા : (ઉત્તેજિત સ્વરે) પછી ? રૌહિણેય : મેં તે પ્રતિજ્ઞા કરી. અને તેનું અભંગ પાલન કરતાં રહીને આજ
પર્યન્ત રાજગૃહીને લૂંટતો રહ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org