________________
11
રૌહિણેય નામના ચોરને તેના મરણપથારીએ પડેલા લોહખુર પિતાએ અંતિમ ઉપદેશ આપેલો કે “બેટા, હથિયારો વાપરવામાં તે પૂરો નિષ્ણાત છો; ચોરી કરવામાં પણ તું અઠંગ બની ચૂક્યો છે. પડે તેવા દેવાની કળામાં તારો જોટો નથી (શીલચન્દ્રવિજયજીનો અનુવાદ પણ મૌલિક છે; મૂળ સંસ્કૃત છે
નાહતપ્રતિપોતિ પ્રત્યુત્પન્નમતી), અવસરે પલાયન કરવું પડે તો તેમાંયે તને કોઈ આંબે તેમ નથી; એટલે તારું શું થશે એ ચિંતા હવે મને નથી કનડતી. પરંતુ જતાં જતાં એક ખાસ ભલામણ તને કરવી છે, બરાબર સાંભળજે. જો ભાઈ, તું ખરેખરો મારો દીકરો હો, અને તને તારા બાપ પ્રત્યે પૂરો અનુરાગ હોય તો દેવ, દાનવ અને માનવોની સભામાં બેસીને સરસ ધર્મનો ઉપદેશ આપનારા પેલા મહાવીર વર્ધમાનની વાણી કદી પણ તારે કાને પડવા દઈશ નહિ. ચોરી એ આપણી પરંપરાગત કુલાચાર છે. મહાવીરનું એકાદ વેણ પણ જો કાને પડશે, તો તે આ કુલાચારનો લોપ કરાવ્યા વિના નહિ રહે. માટે એમાંથી દૂર રહેજે.'
પિતાના આ ઉપદેશનું પાલન પિતૃભક્ત ચોર રૌહિણેય ચુસ્તપણે કરી રહ્યો છે. નગરમાં અનેક ચોરીઓ કરીને હાહાકાર મચાવી રહ્યો છે. વધુમાં વસન્તોત્સવ દરમ્યાન ઉદ્યાનમાં પોતાના પ્રિયતમ સાથે વિહરવા આવેલી ધન સાર્થવાહની પુત્રી મદનવતીનું પણ રૌહિણેય અપહરણ કરે છે. (અંક-૧)
નગરમાં સુભદ્ર શેઠના પુત્ર મનોરથનાં ધામધૂમથી લગ્ન થઈ રહ્યાં છે. આ વિવાહોત્સવમાં રૌહિણેય સ્ત્રીના વેશમાં ટોળામાં ઘૂસી જાય છે, અને નાચગાનમાં પોતાના સાથીદાર સાથે સામેલ થઈ જાય છે. શ્રેષ્ઠીપુત્રને ખભે બેસાડી નાચવા માંડે છે. પછી ભીડમાં કાપડનો બનાવટી સાપ નાખીને ફેલાયેલી અરાજકતાનો લાભ લઈ શ્રેષ્ઠીપુત્રને લઈ રૌહિણેય ભાગી જાય છે. ઘણા સમય પછી આવી પરિસ્થિતિનો ખ્યાલ આવતાં રડારોળ થઈ જાય છે અને શ્રેષ્ઠી પોતાની વ્યાકુળતાને દૂર કરી ચોરને કારાગારમાં પૂરાવી દીકરો પાછો મેળવવાનો નિર્ધાર કરે છે. (બીજો અંક)
ત્રીજા અંકમાં નગરનો મહાજનવર્ગ રાજા શ્રેણિકને રૌહિણેયે વર્તાવેલા કાળા કેરની ફરિયાદ કરે છે. રાજા કુપિત થઈ ચોર રૌહિણેયને પકડવા માટે મંત્રી અભયકુમારને તાકીદ કરે છે. અભયકુમાર એક તરફ ચોરને પકડવા માટે સજ્જ થાય છે તો બીજી તરફ ત્રીજા અંકને અંતે આપણને માહિતી મળે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org