SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધરૌહિણેય પ્રશિષ્ટતાવ્યાપ્ત સંસ્કૃત નાટકનો અનુવાદ | એક રસકીય અનુભવ છે. --વિજય પંડ્યા ૧૨મી સદીમાં સંસ્કૃતમાં રચાયેલા પ્રબુદ્ધ રૌહિણેય રૂપકના કર્તા, રચનાકાળ, મંચન, તેનું નિમિત્ત ઇત્યાદિ વિશે આપણને નાટકની પ્રસ્તાવનામાંથી આટલી માહિતી મળે છે : ચાહમાન (ચૌહાણ) વંશમાં થએલા યશોવર અને અજયપાલ નામના બંધુઓએ યુગાદિદેવ શ્રી આદિનાથ ભગવાનનું ભવ્ય ચેત્ય નિર્માણ કર્યું હતું. આ પ્રસંગે શ્રીદેવસૂરિના શિષ્ય શ્રી જયપ્રભસૂરિના શિષ્ય રામભદ્રમુનિ-વિરચિત પ્રબુદ્ધરૌહિણેય નામનું, પ્રકરણ પ્રકારનું રૂપક ભજવવામાં આવ્યું હતું. આ નાટકનું મંચન ચૈત્યનિર્માણ-ઉત્સવ પ્રસંગે કરવામાં આવ્યું હતું તે રસપ્રદ વિગતના સંદર્ભમાં, ખોટા પડવાનો ડર રાખ્યા વગર એમ પણ અટકળ કરી શકાય કે ચૈત્યના પરિસરમાં ને પશ્ચાદ્ભૂમાં આ નાટક ભજવવામાં આવ્યું - હશે. ભવભૂતિનાં નાટકો કાલપ્રિયનાથની યાત્રા પ્રસંગે મંદિરના પ્રાંગણમાં ભજવવામાં આવ્યાં હતાં તે સંસ્કૃત રંગમંચના ઇતિહાસ (જ રૂપે પણ આપણને ઉપલબ્ધ થાય છે તે)ની એક ઐતિહાસિક વિગત છે. તે જ પ્રમાણે, અને ભવભૂતિની અને પ્રશિષ્ટ સંસ્કૃત નાટક અને રંગમંચની પરંપરામાં, પ્રબુદ્ધરૌહિણેય નાટક પણ ભજવવામાં આવ્યું છે. ચૈત્યનિર્માણ પ્રસંગે આ નાટકની રંગમંચ પર પ્રસ્તુતિ થઈ છે તે વિગત તેમજ આ પ્રબુદ્ધરૌહિણેય રૂપકમાં પણ નાન્દી શ્લોકથી આરંભી જૈન ધર્મના અન્ય કેટલાક સંકેતો સ્પષ્ટપણે પ્રકટ થતા હોવા છતાં નાટકની કલામયતાને કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા નડી નથી એ હકીકત આપણે નાટકના પરિશીલનથી પ્રીછી શકીશું. વધુમાં મુનિશ્રી શીલચન્દ્રવિજયજીમહારાજે આ સંસ્કૃત નાટકનો કરેલો રસાળ અનુવાદ મૂળ નાટકની રસાત્મકતાને વધુ ઉબુદ્ધ કરનારો છે તે ઘટના પણ ઉજવવા જેવી બની છે. નાટકનું કથાનક સંક્ષેપમાં જોઈએ તો : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy