SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જો કે તેનો જવાબ તો આ મધુર-પ્રાંજલ અનુવાદ જ આપી દે છે. કાવ્ય-શાસ્ત્રસંગીતનો વિનોદ અપાર્થિવ પ્રકારનો છે, એનો રસસ્રોત ઊર્ધ્વગામી હોય છે, અને રસ પ્રાપ્ત થતો હોય એવું કોઈ પણ કાર્ય શ્રમજનક ના બને, શ્રમહારક જ બને. આમ, સહિયારા મિત્રકર્મની નીપજ સમો આ ગ્રંથ તેની સાથે જોડાયેલા મિત્રો માટે આનંદસ્રોત બન્યો છે; વાચક-ભાવક વર્ગ માટે પણ એ તેવો જ બનશે, કારણ કે તેમાં મન અને આત્માને પરિપોષક એવી મંગળ પ્રેરણાની રસધારા સમાયેલી છે. સૌજન્યમૂર્તિ, વિદ્યાવ્યાસંગી, ધર્મસખા આચાર્ય શ્રી વિ. શીલચંદ્રસૂરિજીના આ પ્રેમપરિશ્રમને વધાવું છું અને આની સાથે સંકળાયેલા સહૃદય મિત્રોના મિત્રકર્મનું હાર્દિક અભિવાદન કરું છું. ધર્મ અને સંસ્કૃતિને મિષ્ટ-મધુર રૂપરંગ સાથે જીવંત કરતા આવા નાટ્યપ્રયોગોને જૈન સંઘ દ્વારા ઉજવાતા ભવ્ય મહોત્સવોમાં સ્થાન મળશે તો વળી સવિશેષ આનંદ થશે. મોટીખાખર તા. ૨૮-૨-૨૦૦૩ મુનિ ભુવનચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy