SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) ભરત નહિ તો ! અને તમે એટલું તો વિચારો કે પંગુ મનુષ્ય કદી પર્વતની ટોચ પર પહોંચી શકે ખરો ? હાથનો ઠુંઠો વળી મહાસાગરને તરી શકે ખરો ? તો પાપાચારી પ્રાણી કદાપિ વર્ગમાં આવું સ્થાન પ્રાપ્ત કરે ખરો કે? અનુપમ રૂપ-છલકતી આ સૌ સુરકન્યાઓથી ઘેર્યું રત્ન-સુવર્ણ-મઢેલું, દૈવી ઉજાસથી ને જળહળતું આવું દેવવિમાન શું પામે દુરાચાર-ઘેલો પ્રાણી ? વિચારજો કે દેવ ! વિવેકી; અધિકું કહેવું ના ગમતું (૨૧) પ્રતીહાર .: (કંટાળીને, ભરતના કાનમાં) મંત્રીશ્વરે શીખવેલા, આને ભોળવવાના તમામ પ્રયાસો વ્યર્થ ગયા ! આ તો કળાતો જ નથી ! ભલે. હવે મંત્રીશ્વરને બધું જણાવવું તો પડશે ! : રાજાજી અને મંત્રીશ્વર, આ વૃત્તાન્ત જાણવા માટે જ, હજી રાજસભામાં જ બેઠા છે. ચાલ, ત્યાં જઈએ. (સભામાં બેઠેલા રાજા અને અભયકુમાર દષ્ટિગોચર થાય છે.) અભયકુમાર : (પ્રતીહારના કાનમાં) પ્રતીહાર ! ચોર પાસેથી કાંઈ વાત કઢાવી શકાઈ કે ? પ્રતીહાર : મંત્રીશ્વર ! શું કહું ? આ કામમાં અમે સાવ નિષ્ફળ ગયા છીએ. વગાડ્યાં નગારાં હજારો છતાંયે ડર્યો જ નહીં, તે ડરે કાંચતાલે?” (૨૨) આ માણસનું હૃદય તો વજનું ઘડેલું હોવું જોઈએ. અને વજ કાંઈ લોહમય સૂચિથી વીંધાય ખરું? અભયકુમાર : (ઉદ્વેગ સાથે) પ્રપંચ રચવામાં હું મને નિષ્ણાત માનતો પણ આ ચોર મારાથી ભારે ચતુર નીકળ્યો ! (૨૩) રાજા : મંત્રી ! ચોર વિષે કાંઈ જાણવા મળ્યું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy