SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૬ ] [ ૮૧ ષડયંત્ર જ છે. પ્રતીહાર : અરે દેવ ! તમે તો જાણે ગહન ચિન્તામાં મગ્ન થઈ ગયા! પણ આમ મૌન રાખવાનો શો અર્થ? ત્વરા કરો હવે, ને જેવું હોય તેવું પ્રગટ કરી જ દો. આખું સ્વર્ગ તમારો વૃત્તાન્ત સાંભળવા માટે ઉત્સુક બન્યું છે. રોહિણેય ઃ એમ? તો તો સાંભળો મારો વૃત્તાન્ત : (બધાં કાન માંડીને સાંભળે છે.) પાત્રોમાં દાન દીધાં, જિનવર-ભવનો બાંધિયાં ન્યાયદ્રવ્ય કીધી યાત્રા ઘણેરી શિવસુખ-ફળને આપતા તીર્થકરી સેવા પૂજ્યોતણી મેં વિધિસહિત કરી, પૂજના ને જિનોની નિર્માવ્યાં બિંબ ઝાઝાં જિનપ્રવરતણાં, આણ તેઓની પાળી (૧૮) સમૂહ સ્વર : (ઉમળકાભેર, માથું ધૂણાવીને) અહો ! અમારા સ્વામીનું ચરિત્ર સદાચારોથી કેવું મઘમઘતું છે ! પ્રતીહાર : અદૂભુત ! તમારાં સુકત્યોનું વર્ણન સાંભળીને અત્યન્ત પ્રસન્નતા થાય છે. હવે તમારાં દુષ્કૃત્યોની વાત પણ કરો. રૌહિણેય : ભાઈ પ્રતીહાર ! ખરેખર કહું? સદાય જિનભક્તિમાં સાધુ-સંગતિમાં તથા રમતા મેં ભૂલમાં યે દુષ્કૃત્યો આચર્યા નથી. (૧૯) પ્રતીહાર : પણ બન્યું ! ઘણાયે જન્મોના દઢ અશુભ સંસ્કાર મનમાં પડેલા હોય છે, પ્રબળ તસ આવેગ-વશ તે કરી હોયે જે જે મલિન કરણી, તે પ્રિયસખે ! કહી દે ને – ચોરી, જુગટું, વ્યભિચારાદિ સઘળી (૨૦) રૌહિણેય ? અરે ભાઈ! વારંવાર આનું આ શું પૂછતા હશો ? જેવું હતું તેવું બધું મેં પહેલાં જ કહી દીધું છે; ન કહેવા જેવું કાંઈ છે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy