________________
અંક ૬]
[ ૭૯ પ્રગાઢ સ્થિરતા પ્રાપ્ત કરવા ભાગ્યશાલી નથી બનતા. અને સ્વામી ! અમારી દશા તો શું વર્ણવવી ?
(ગાન). કંપે સાથળ ધડકે હૈયું શિથિલ થયું ઉપવસ્ત્ર ખસૈયું કેશપાશ બન્ધનથી છૂટ્યો નવીબંધ પણ શિથિલ થઈ ગયો રૂંવે રૂંવે મદન છવાયો તવ દર્શનનો મદ છલકાયો કામેચ્છા-પીડિત-દુરવસ્થા સુભગ ! સહેવી શી રીતે આ? (૧૬)
(પ્રતિહાર આવે છે.) પ્રતિહાર : (સ્વર્ણયષ્ટિ ઊંચી કરીને રૂક્ષ સ્વરે) અરે, આ શું માંડી બેઠાં છો
તમે બધાં? ગન્ધર્વગણ ? (ભયત્રસ્ત બનીને) કેમ ? કેમ? અમે તો સ્વામીને અમારું
કલાકૌશલ્ય દર્શાવીએ છીએ ! પ્રતીહાર : પણ સ્વર્ગની આચાર-મર્યાદાનું પાલન નહિ કરાવવાનું? ગન્ધર્વ : શું કરવાનું હોય એમાં? પ્રતીહાર : અરે, આટલું પણ સ્મરણમાં ન રહ્યું તમને? જુઓ, અહીં જે
પણ નવા દેવ ઉત્પન્ન થાય તેમણે સર્વપ્રથમ પોતાના પૂર્વજન્મના સુકૃતો અને દુષ્કતોનું વિવરણ કરવું પડે; તે પછી જ તે સ્વર્ગનાં
સુખ ભોગવી શકે, તે પહેલાં નહિ. ગન્ધર્વો : (વિનયપૂર્વક) પ્રતીહાર ! આ એકવારની અમારી ક્ષતિ ક્ષમ્ય
ગણો. કેમ કે નવા સ્વમી સાંપડ્યાના હર્ષાવેશમાં અમે એવા તો ઉન્માદમાં આવી ગયા કે એમાં ને એમાં અમે આવી ગંભીર ક્ષતિ આચરી બેઠા ! હવે તમે આવ્યા જ છો, તો તમે જ એ
દિવ્ય મર્યાદાનું પાલન કરાવી દો ! પ્રતીહાર : (રીહિણેયની સમીપે જઈને) દેવ ! મને દેવોના અધિપતિ ઇન્દ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org