SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ 1 * [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) કોઈ મૌનવ્રતધારી સાધુ જેવા દીસે છે. આવા સાધુચરિત આત્માને, પ્રેમપદારથ શીખવનારાં વચનો સંભળાવીને તમે અકારણ ફૂલેશમાં નાખી રહ્યા છો. આપણે ગમે તેટલાં વલખીએ કે વળગીએ, પણ આ કાંઈ આપણને ચાહે એ મને તો શક્ય નથી લાગતું. રૌહિણેય ઃ (રોમાંચ અનુભવતો અનુનયપૂર્વક) દેવી ! આવું અનુચિત શું બોલતાં હશો ? હું શું વિચારું છું તે કહું? સાંભળો : (ગાન) નામ તમારું બૂઝાયેલા કામ-દહનને જગાવનારું કામણ-ટ્રમણનો મંત્રાક્ષર બની જગતને વશ કરનારે... નામ તમારું જ છે આવું તો સ્વયં યદા તમે જ આવો કામોદ્રક-વિવશ; આ લ્હાવો ઇન્દ્રો પણ જો નહીં ગુમાવે તો અમને એ કેમ ન ભાવે ?...(૧૪) વળી, ઇન્દ્રો ય ગૌરવ અનુભવે સ્ત્રી-દાસ બનવામાં સદા શંકર બની તસ પ્રેમવશ, નેડો ન મૂકે પણ કદા છે વિશ્વવન્દ છતાંય વિષ્ણુ સ્નેહથી સ્ત્રીને નમે એ “સ્ત્રી' મને યદિ ચાહતી, તો કેવું મોટું પુણ્ય એ! (૧૫) વિદ્યુપ્રભા : (પ્રેમનો અભિનય કરતાં) સ્વામી ! દેવાંગનાઓના ચિત્તરૂપી માનસ સરોવરના રાજહંસ ! આપના જેવા નરરત્નનું સાહચર્ય મેળવીને સોહાગણ બનવા કાજે કેટકેટલી દેવકન્યાઓ તલસતી હશે ? પણ અમારાં પૂર્વોપાર્જિત પુણ્ય પ્રબળ કે આજે અમને આપનું સાંનિધ્ય સાંપડ્યું અને આ ક્ષણે આપની સાથે પાકો સ્નેહ પણ બંધાઈ ગયો ! બાકી તો ગમે તેટલું મથીએ તો પણ સ્થિર સ્નેહ તો બંધાય તો જ બંધાય; બધાંના સ્નેહ કાંઈ આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy