SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૬] [ ૭૭ બાહુ-વલ્લરી થરહર થરકે, વક્ષસ્થળ ઉછળતાં કંચુકી-બન્ધન છૂટે એવા તીવ્ર-વેગ-છલકતાં નૃત્ય કરે ઉછરંગે સહુ સહિયર કેરા સંગે (૧૦) અને પંચમ સ્વરના સૂક્ષ્મ નાદના ગુંજનથી વીંટળાયું શ્રવણ ગીતિકા કેરું કાને અમૃત બની અફળાયું હાવ-ભાવથી સુલલિત નર્તન નયનોત્સવ-સમ દીસે મન્દ મન્દ ધ્વનિ મૃદંગનો આ સુણી મોરલા હીંસે ભરતનાટ્ય-વર્ણિત ગુણ સવિ આ ઝળકે નાટારંગે સ્વર્ગતણા આ સુખથી છલકત અંગેઅંગ ઉમંગે ! (૧૧) ચન્દ્રલેખા : (પ્રીતિભીના સ્વરે) પુયે જ પ્રાપ્ત થતું રૂપ તમારું જોઈ કામાગ્નિ આજ મુજ દેહ વિષે ભભૂક્યો પ્રાણેશ ! પ્રેમઝરતાં તવ અંગ-સંગે ચાંપી કરી શમન તેનું કૃપા કરીને (૧૨) પત્રલેખા : જાગ્યાં પુણ્ય અમારડાં, જગતની દેવાંગનાઓ થકી ઊંચું ભાગ્ય ખરે અમારું પ્રગટ્યું જે આપ સ્વામી મળ્યા સીધ્યા સર્વ મનોરથો વળી અમે ઐશ્વર્ય પામ્યા ખરું હે પ્રાણેશ્વર ! પ્રાણજીવન ! તમે જીવો ઘણું યે ઘણું ! (૧૩) દેવ ! દેવાંગનાઓના કામદેવ ! આપને અમારી એક જ પ્રાર્થના છે સ્નેહ અને પ્રણયના અમીરસથી ભીનાં ભીનાં વેણ ઉચ્ચારો, અને અમને-અમારા કાનને આપના એ પ્રેમભર્યા શબ્દોનો મીઠો મીઠો સ્પર્શ આપો ! (વિસ્મયથી સ્તબ્ધ રૌહિણેય મૂંગો મૂંગો તાકી રહે છે.) જ્યોતિપ્રભા : (ઉપાલંભના સૂરમાં) સખી ! નિઃસ્નેહી અને રૂક્ષ લોકો જોડે નેહવાર્તા કરવાથી શો લાભ ! એ તો આવળના ફૂલને સુંઘવા જેવું જ બની રહે. આ દેવ જે અહીં ઉત્પન્ન થયા છે ને, તે તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy