SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] [પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ) રૌહિણેય કલ્યાણમય તું, તું પરમ આનંદનું ભાજન વળી કર આશ્રિતોનું ત્રાણ ને રિપુ-દેવગણને દંડ તું (૬) વળી, સ્વામી-વિહીન અમ સૌ સુર-વૃન્દ કેરા આ સ્વર્ગસંપદ અને સુવિમાન કેરા સ્વામી બનો !, પ્રબળ ને નિજ પુણ્ય કેરાં મીઠાં ફળો અનુભવો પ્રભુ ! આપ આજે ! (૭) અને, દેવાંગના આ સઘળી વરાકી દાઝી રહી છે પ્રિયના વિજોગે ઠારો તમે સંગમ-સૌખ્ય આપી આ સર્વને દેવ ! કૃપા કરીને (2) (તત્ક્ષણ ગન્ધર્વવૃન્દ તાલબદ્ધ સંગીત પ્રારંભે છે, તે સાથે જ અપ્સરાવૃન્દ નૃત્ય આદરે છે.) : (ચારે બાજુ અવલોકનપૂર્વક વિસ્ફારિત નેત્રે પ્રાસાદને નીરખતો નીરખતો) અહો ! કેવું રમણીય છે આ દેવવિમાન ! તાજાં પુષ્પો દ્વારા ગુંથ્યા ચંદરવા પર પડતી બહુમૂલા મણિગણની જ્યોતિ ઈન્દ્રધનુ-ભ્રમ ઘડતી મણિમય સ્તંભો ઉપર લટકતી મનહર મોતીમાળા સુમધુર-રૂપ-અલંકૃત-દેવો ભર્યું વિમાન ઓહો આ ! (૯) (નૃત્ય પ્રતિ દૃષ્ટિ જતાં વિસ્મિત વદને) (ગાન) નાચે અતિહિ ઉમંગે ભીની રસ-શૃંગાર સુરંગે છલકે અંગે અંગ ઉમંગે અદ્ભુત પદવિન્યાસ, અનોખી અંગભંગિમા, તીખા નેત્ર-કટાક્ષોની લાખો લહેરોથી શું છલકાતાં ! નર્તન થાતાં આ અંગે સુર-કન્યાઓનાં ચંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001461
Book TitlePrabuddha Rauhineyam
Original Sutra AuthorRambhadramuni
AuthorShilchandrasuri
PublisherJain Sahitya Academy
Publication Year2003
Total Pages206
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, Drama, L000, & L040
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy