________________
અંક ૬]
પુરુષ
[ ૭૫
(વારાંગનાઓને જોઈને પ્રસન્નતા અનુભવતો) અરે, સાક્ષાત્ દેવાંગનાઓ જ અવતરી હોય તેવી શોભો છો તમે તો !
સોનાતણો મુકુટ મસ્તક પે વિરાજે ને વેલડી ભુજતણી વલયે વીંટાણી આ પુષ્પમાળ ઉભર્યા સ્તનભારનમ્રવક્ષ:સ્થળે વિલસતી, વળી દૈવી વસ્રો થોડાં છતાંય બહુમૂલ્ય ધર્યાં શરીરે (૪) સરસ ! ઘણું સરસ ! હવે સાંભળો ! ચન્દ્રલેખા અને પત્રલેખા આની જમણી બાજુએ ગોઠવાય. જ્યોતિપ્રભા અને વિદ્યુત્પ્રભા આની ડાબી બાજુએ ઊભી રહે. શૃંગારવતી અને તેનું વૃન્દ આની સન્મુખ રહીને નૃત્ય કરે. અને અરે ગાન્ધર્વો ! તમારે ગમે તે ક્ષણે સંગીત માટે સજ્જ રહેવાનું છે. આ તસ્કર ભાનમાં આવે ને બેઠો થાય તે સાથે જ તમારે બધાંએ તમને સોંપેલા કાર્યમાં મચી પડવાનું છે.
(એક પુરુષ આવે છે.)
: મંજીક ! મંત્રીશ્વર બોલાવે છે.
(મંજી૨ક તેની સાથે જાય છે.)
(ૌહિણેય કાંઇક ભાનમાં આવતાં સળવળે છે, ને પછી એકાએક બેઠો થાય છે.)
ઉપસ્થિત સર્વ : (સમૂહ સ્વરમાં આશ્ચર્ય છલકતા ઊંચા સ્વરે) અહો હો ! આજે આપણાં અવર્ણનીય પુણ્યોનો પરિપાક થયો લાગે છે. આપણો
આ દેવજન્મ પણ હવે સફળ બની જવાનો, કેમ કે આજે અમે આપને અમારા સ્વામી તરીકે પ્રાપ્ત કરવાને સૌભાગી બન્યાં છીએ :
Jain Education International
દેવરૂપે ધર્યો જન્મ, આ મહાન વિમાનમાં
સ્વામી અમારા છો આપ, અમે સેવક આપના (૫)
જય હો ! હજો આનન્દ તુજને, અતુલ તવ મંગલ થજો ! તું શ્લાધ્ય છો સુરલોકમાં, તું શ્રેષ્ઠ, તું સુખસાગરો
For Private & Personal Use Only
www.jainelibrary.org