________________
૭૪ ]
[ પ્રબુદ્ધ રૌહિણેય નાટક (ભાવાનુવાદ)
વાદકો અને એને આનુષંગિક બધું જ, સાક્ષાત્ સ્વર્ગલોકમાં હોય તેવું નિરમી દીધું છે. વિશેષમાં, આ નવું મહાલય પણ મંત્રીશ્વરે જાતે ઊભા રહીને દેવવિમાન જેવું શણગારાયું છે. બોલ, બધું સમુચિત છે ને? અને તું શીદ ઉપડ્યો? : મંત્રીશ્વરે ચન્દ્રહાસ મદિરા લાવવા મોકલ્યો છે મને. : તો ઉપડ, તું તારું કામ પતાવ. હું પણ બાકી રહેલાં કાર્યો સત્વર આટોપીશ.
(બન્ને જાય છે.)
દ્વારપાલ
ભરત
પડદો
ભરત
(દેશ્ય ૨) (બન્ધનરહિત અવસ્થામાં પલંગ પર સૂતેલો રૌહિણેય દેખાય છે. ઉગ્ર પ્રકારની મદિરાના પાનથી તે પ્રમત્ત અને સુષુપ્ત દશામાં પડ્યો છે. ઉત્તમ એવાં દિવ્ય વસ્ત્રો પરિધાન કર્યા છે. દૈવી શૃંગારો સજ્યા છે.) (ગાન્ધર્વવૃન્દથી પરિવરેલો નાટ્યચાર્ય ભરત અને દ્વારપાલ આવે
છે.) .: (હર્ષપૂર્વક) તો મહાલયમાં આવી પહોંચ્યા આપણે. ઓહો ! કેવો સોહામણો લાગે છે આ પ્રાસાદ ! જુઓ તો ખરા !
(ગાન) વિવિધ રયણે મઢ્યો, દંડ કાંચન-ઘડ્યો જળહળે ઊર્ધ્વ ઉન્નત ખડો એ દિવ્ય ધ્વજ ફરહરે, દીર્ઘ તસ ઉપર દંડની તર્જનીસમ વડો એ નોતરે તે વડે, દેવના વૃન્દને સ્નેહભીના હિયે દંડ જાણે ! તેહથી સોહતું, સર્વને મોહતું ભવન આ દેવવિમાન ભાસે ! (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org